ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરની ઈસેદુ ઓઇલ મિલમાં દુર્ઘટના, ચાર કામદારો ગંભીર રીતે દાઝ્યા - Banaskantha fire accident

પાલનપુરના જગાણા હાઇવે પર આવેલી ઈસેદુ એગ્રો ઓઇલ મિલમાં બનેલી દુર્ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાની માહિતી પ્રકાશ આવી છે. પ્રાથમિક તપાસમાં બોઇલર ફાટ્યું હોવાનું બહાર આવ્યું છે, પરંતુ કંપની આ વાતને ફગાવી રહી છે.

ઈસેદુ ઓઇલ મિલમાં દુર્ઘટના
ઈસેદુ ઓઇલ મિલમાં દુર્ઘટના (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Aug 8, 2024, 9:52 PM IST

ઈસેદુ ઓઇલ મિલમાં દુર્ઘટના, ચાર કામદારો ગંભીર રીતે દાઝ્યા (ETV Bharat Reporter)

બનાસકાંઠા : પાલનપુર-અમદાવાદ હાઇવે પર જગાણા નજીક આવેલી ઈસેદુ (IHSEDU) ઓઇલ મિલમાં બનેલી દુર્ઘટનામાં ચાર કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા. જે બાદ તેમને 108ની મદદથી પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઓઇલ મિલમાં દુર્ઘટના :આ ઘટનાની જાણ થયા બાદ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા, DySP સહિત પ્રાંત અધિકારી પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત કામદારોની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જોકે ત્રણેય હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બોઇલર ફાટ્યાનું પ્રાથમિક તારણ :બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલે કહ્યું કે, જગાણા ઈસેદુ મીલમાં ઘટના બની હતી. જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ ડોક્ટર સાથે સંકલનમાં રહી વ્યવસ્થિત સારવાર થાય તેવી સૂચનાઓ આપી છે. હાલ બોઈલર ફાટતા આ ઘટના બની હોવાની માહિતી છે. જોકે હજુ આ સમગ્ર ઘટના કઈ રીતે બની છે, તે તમામ પાસાઓ પર તપાસ બાદ ખબર પડશે.

4 લોકો દાઝ્યા :જોકે, પ્રથમ તો આ દુર્ઘટનામાં એગ્રો મીલના સંચાલકો દ્વારા પડદો પાડવાનો પ્રયાસ થયો હતો. પરંતુ 90 ટકા દાઝી ગયેલા કામદારોની હાલત અત્યંત નાજુક જણાતા તંત્ર પણ એગ્રો મીલ અને ખાનગી હોસ્પિટલમાં દોડ્યું હતું. જે બાદ ઈસેદુ એગ્રોના સુરક્ષા અધિકારીએ આ ઘટના વિશે કહ્યું કે, ગેસ કટિંગ વેળાએ ફ્લેશ ફાયર થયું હોવાથી આ ઘટના બની છે. જેમાં 4 લોકો દાઝ્યા છે, એમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર છે.

પડદા પાછળ છૂપું સત્ય :બીજી તરફ ઈસેદુ ઓઇલ મીલમાં બનેલી આ ઘટના બાદ તંત્ર દ્વારા હવે તપાસ શરૂ કરવામાં આવનાર છે. પોલીસ પણ આ દિશામાં હવે તપાસ કરશે. આ ઘટના બનવા પાછળ ક્યાં કારણો જવાબદાર છે તે તમામ દિશામાં તપાસ થશે. જે બાદ જ ઘટના બનવાનું સાચું કારણ જાણી શકાશે.

  1. પાલનપુર-અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના, 2 લોકોના મોત
  2. બનાસકાંઠાના સરહદી પંથકમાં આકાશી વીજળી પડતા ચાર પશુઓના મોત

ABOUT THE AUTHOR

...view details