ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર મનપાનું 400 કરોડ જેવું લેણું બાકી, કરદાતાઓ માટે મુકી વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ - BHAVNAGAR MUNICIPAL CORPORATION

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશને તેના બાકી નિકળતા લેણા-વેરાની રકમ વસુલવા માટે કરદાતાઓના હિતમાં વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ બહાર પાડી છે. જાણો વિસ્તારથી

ભાવનગર મનપાએ કરદાતાઓ માટે મુકી વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ
ભાવનગર મનપાએ કરદાતાઓ માટે મુકી વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 16, 2024, 4:15 PM IST

ભાવનગર: 27 વર્ષથી ભાજપ શાસિત ભાવનગર મહાનગર પાલિકાની બાકી લેણાની રકમમાં વધારો થયો છે. મહાનગરપાલિકાની બાકી લેણી રકમનો આંકડો અધધધ છે. બાકી લેણા વસૂલવા મહાનગરપાલિકા હંમેશા કોઈને કોઈ યોજના કે સ્કીમ લાવતી રહી છે,

ત્યારે ફરી વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ અમલમાં મુકી છે. શહેરના કરદાતાઓ, કરની લેણી રકમ અને સ્કીમથી ફાયદો અને નુકશાન વિશે જાણીએ આ રિપોર્ટમાં વિસ્તારથી...

ભાવનગર મનપાએ કરદાતાઓ માટે મુકી વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ (Etv Bharat Gujarat)

400 કરોડ જેવું લેણું બાકી

ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એમ.એમ.હિરપરાએ જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 3.5 લાખ કરદાતાઓ છે, એમાંથી 2.39 લાખ રહેણાંકી છે અને બાકીના કોમર્શિયલ છે. આજે કરદાતાઓ છે એમની પાસેથી આમ તો એપ્રિલ-મે દરમિયાન આપણે રિબેટ યોજના લાગુ કરી અને વેરો એડવાન્સમાં ભરે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં વર્ષો વરસ અમુક કરતાઓ જે વેરો નથી ભરતા તેના કારણે લગભગ સરકારી અને ખાનગી જે બધું થઈ અને 400 કરોડ જેવું મહાનગરપાલિકાનું લેણું બાકી છે કરવેરા પેટે.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 3.5 લાખ કરદાતાઓ (Etv Bharat Gujarat)

સ્કીમમાં કરદાતાને શુ મળે ?

ડેપ્યુટી કમિશનર એમ.એમ.હિરપરાએ જણાવ્યું હતું કે, આ જે બાકી પાછલું બાકી છે એ ક્લિયર થાય એના માટે અમે વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ લાવ્યા છીએ, અને એમા આ જો કોઈ કરદાતા જોડાય તો એને જે એની બાકી રકમ હોય એની ઉપરનું વ્યાજ બંધ થઈ જાય અને પાંચ વર્ષના પાંચ સરખા હપ્તા કરી દેવા 20, 20 ટકાના હપ્તા કરી, એટલે એને 20 ટકાનો એક હપ્તો અને ચાલુ વર્ષનો વેરો, આ બે વસ્તુ દર વર્ષે ભરવાની રે અને એનાથી એમને વ્યાજ ચડતું બંધ થઈ જાય અને ભાવનગર મહાનગરપાલિકાનો જે બાકી વેરો છે એ ક્લિયર થાય અને જે કરદાતા છે એ રેગ્યુલર થઈ જાય દર વર્ષે વેરો ભરવા માટે.

ભાવનગર મનપાનું 400 કરોડ જેવું લેણું બાકી (Etv Bharat Gujarat)

મહાનગરપાલિકાને લાભ કે નુકશાન:ભાવનગર મહાનગરપાલિકાની આમ તો 400 કરોડ જેવી લેણી રકમ નીકળે છે, ત્યારે વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમથી વ્યાજની રકમ મહાનગરપાલિકાને મળશે નહીં. જો કે તેના વ્યાજને લઈને ડેપ્યુટી કમિશનર એમ.એમ.હિરપરાએ જણાવ્યું હતું કે, જે વ્યાજ છે એ સાદુ 18 ટકા મુજબ વ્યાજ હોય છે. બાકી રકમ ઉપર 18 ટકા લેખે અને જે વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ છે એ લગભગ અંદાજિત પહેલી ડિસેમ્બર થી લાવવાનું આયોજન છે.

  1. તહેવારને લઈને ભાવનગર કલેક્ટરનું હથિયારબંધીનું જાહેરનામું, લાઠી રાખવી પણ ગણાશે નિયમભંગ
  2. "બાર બાર જણાના પેટ કેમ ભરવા! " હીરામાં લંબાયેલા વેકેશને રત્નકલાકારોને મુશ્કેલીમાં નાખ્યા

ABOUT THE AUTHOR

...view details