ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના લાખો મતદારોને એકપણ ઉમેદવાર પસંદ ન આવ્યો, જાણો NOTA ની તરફેણમાં કેટલા મત પડ્યા - Lok Sabha Election 2024 Result - LOK SABHA ELECTION 2024 RESULT

લોકસભા ચૂંટણી 2024 પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. ગુજરાતમાં ભાજપના અમિત શાહ અને સીઆર પાટીલે સૌથી વધુ મત પ્રાપ્ત કર્યા છે. જોકે કેટલાક મતદારો એવા પણ છે જેમણે એક પણ ઉમેદવારને વોટ કર્યો નથી. આવા મતદારોએ NOTA ની તરફેણમાં મત આપ્યો હતો. જાણો ગુજરાતમાં કેટલા નોટા મત પડ્યા છે.

4.49 લાખ NOTA મત
4.49 લાખ NOTA મત (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 4, 2024, 10:58 PM IST

ગાંધીનગર :લોકસભા ચૂંટણી 2024 ના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકોમાંથી 25 પર ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે મેદાન માર્યું છે. ભારે રસાકસી વચ્ચે મોટા માર્જિન સાથે કેટલીક બેઠકો પર જીત ભાજપ જીત્યું છે. જોકે લોકસભા ચૂંટણી 2024 માં ગુજરાતમાં નોટા (NOTA) મતની સંખ્યા પણ ખૂબ મોટી છે.

લોકસભા બેઠક નોટા મત લોકસભા બેઠક નોટા મત લોકસભા બેઠક નોટા મત
અમદાવાદ પૂર્વ 10,503 દાહોદ 34938 પાટણ 16,722
અમદાવાદ પશ્ચિમ 14,007 ગાંધીનગર 22005 પોરબંદર 13,563
અમરેલી 11,349 જામનગર 11084 રાજકોટ 15,922
આણંદ 15,930 જૂનાગઢ 14013 સાબરકાંઠા 21,076
બનાસકાંઠા 22,167 કચ્છ 18742 સુરેન્દ્રનગર 13,299
બારડોલી 25,542 ખેડા 18824 વડોદરા 18,388
ભરુચ 23,283 મહેસાણા 11626 વલસાડ 18,373
ભાવનગર 18,765 નવસારી 20462
છોટાઉદેપુર 29,655 પંચમહાલ 20103

4.49 લાખ NOTA મત :ગુજરાત લોકસભા ચૂંટણી 2024 માટે કુલ 4.97 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાંથી 4,49,252 મતદારો કોઈપણ ઉમેદવારને મત આપ્યો નહોતો, એટલે કે 1.56 ટકા મત નોટામાં (NOTA) પડ્યા હતા. જેમાં સૌથી વધુ નોટા મત 29,655 છોટાઉદેપુર લોકસભા બેઠકમાં નોંધાયા છે. જ્યારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં સૌથી ઓછા નોટા મત 10,503 નોંધાયા છે.

ઈન્દોરમાં સૌથી વધુ નોટા :NOTA ની તરફેણમાં સૌથી વધુ મત ઈન્દોર લોકસભા બેઠકમાં મળ્યા છે, જેનો આંકડો અધધ 2 લાખથી વધુ હતો. 2019 લોકસભા ચૂંટણીમાં બિહારના ગોપાલગંજ લોકસભા બેઠકના મતદારોએ NOTA ની તરફેણમાં 51,607 મત આપ્યા હતા.

2019 લોકસભા ચૂંટણી : ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 2019 લોકસભા ચૂંટણીમાં ગુજરાતના 3,96,580 મતદારોએ નોટામાં મત આપ્યો હતો. ઉપરાંત સમગ્ર દેશમાં 65.2 લાખ કરતાં વધુ મતદારોએ નોટા પર પસંદગી ઉતારી હતી.

  1. ઈન્દોર લોકસભા ચૂંટણીના પરિણામ 2024 માં NOTA નો રેકોર્ડ, નોટાને 63 હજારથી વધુ વોટ મળ્યા
  2. નવસારી લોકસભા બેઠક પર સી. આર. પાટીલનો 7,73,551ની લીડ સાથે ભવ્ય વિજય

ABOUT THE AUTHOR

...view details