ભાવનગર: બોરતળાવમાં નાહવા પડેલા પાંચ બાળકો પૈકી ચાર બાળકોના મૃત્યુ થયા હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરથી સીદસર જતા રોડ ઉપર પાણીની ટાંકી નજીકથી મફતનગરના છેવાડે આવેલા બોરતળાવના કાંઠેથી તળાવમાં ડૂબી જતાં બાળકોના મૃત્યુ થયા છે.
પાંચ બાળકોને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા (etv bharat gujarat) પાંચ બાળકો ડૂબ્યા હતા તળાવમાં: એક તરફ આકરી ગરમીનો પારો ઊંચકાયો છે ત્યારે બોરતળાવમાં નાહવા પડેલા પાંચ બાળકો પૈકી ચાર બાળકોના મૃત્યુ થયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જો કે ભાવનગરની 108 દ્વારા એક જીવિત અને એક મૃત બાળકીને ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બાળકો ડૂબી ગયા હોય તેને કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા (etv bharat gujarat) મૃતક અને જીવિત બાળકોમાં દીકરીના સમાવેશ: ભાવનગરના બોરતળાવમાં મફતનગર પાસે બનેલા બનાવમાં 108ના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મૃતકોમાં રાશિબેન મનીષભાઈ ચારોલીયા વર્ષ 9, કાજલબેન વિજયભાઈ જાંબુચા 8 વર્ષ, અર્ચનાબેન હરેશભાઈ ડાભી 17 વર્ષ, કોમલબેન મનીષભાઈ ચારોલીયા 13 વર્ષનાઓના મૃત્યુ થયા છે. જ્યારે એક 13 વર્ષીય બાળકીનો આબાદ બચાવ થતા તેને ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ બનાવને લઈને સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે.
કઈ રીતે ડૂબ્યા બાળકો તળાવમાં:ભાવનગરના ફાયર વિભાગના ચીફ ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 12.30 કલાકે અમને જાણ થઈ હતી તેથી અમે આવતા એક બાળક હોવાનું જણાવ્યું હતું. જો કે બાદમાં ખબર પડી હતી કે તે ઘરે પહોંચી ગયો છે. જ્યારે અન્ય પાંચ જેટલા બાળકો ડૂબ્યા હોય જેને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહિલાઓ તળાવના કાંઠે કપડાં ધોવા માટે આવતી હોય ત્યારે બાળકો પણ સાથે નાહવા માટે આવેલા જેના પગલે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.
- આજે અમિત શાહ પ્રયાગરાજ અને જૌનપુરમાં સંબોધશે જનસભા, વિપક્ષના આરોપો પર આપશે જડબાતોડ જવાબ - Amit Shah public meeting
- 140 કરોડ દેશવાસીઓ જ મારા વારસદાર છે- વડાપ્રધાન મોદી - PM Narendra Modi