અમરેલી: જિલ્લાના રાઢીયા ગામે એક જ પરિવારના 4 બાળકોના મોત થયાની ઘટના સામે આવી છે. રાઢીયા ગામે 4 બાળકોની કારમાં ગૂંગળાઇ જવાની ઘટનાથી પરિવારમાં દુ:ખનો માહોલ છવાઇ ગયો હતો. ઘટના અંગે માહિતી મળતા જ ગ્રામજનો અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જે બાદ પોલીસે કાર્યવાહી શરુ કરી હતી.
પરિવારમાં શોકનો માહોલ: મધ્યપ્રદેશના પરપ્રાંતીય મજૂર પરિવારમાંથી આવતા 4 બાળકોના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. ત્યારેે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી તાલુકાના રાઢીયા ગામે કારમાં ગુંગળાઇ જવાથી 4 બાળકોના મોત થયા હતા. બાળકો રમી રહ્યા હતા, રમત રમતમાં બાળકોએ ચાવી ખોલીને કારમાં બેસી ગયા હતા. જે બાદ કાર લોક થઇ જતા દરવાજો ન ખૂલતા બાળકોના મોત થયા હતા.