અમદાવાદઃઅમરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતીઓ સહિત 205 ભારતીયોને અમેરિકાથી આજે ભારત પરત લાવવામાં આવશે. ત્યારબાદ જે જે જિલ્લા કે શહેરના વતની છે તેને પોલીસ સત્તાવાળાઓને તેની તમામ માહિતી પહોંચાડવામાં આવશે.
અમરિકામાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતીઓ પરત ફરશે - USA RETURN GUJARATI
205 ગેરકાયદે ઈમીગ્રન્ટ્સ ભારત આવી રહ્યા છે જેમાં 33 ગુજરાતીઓ અને 140 પંજાબીઓ સહિતનાઓને લઈ પોલીસને પણ એલર્ટ કરાઈ
![અમરિકામાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતીઓ પરત ફરશે અમરિકામાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતીઓ પરત ફરશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-02-2025/1200-675-23479656-thumbnail-16x9-1.jpg)
Published : Feb 5, 2025, 6:02 PM IST
|Updated : Feb 5, 2025, 6:54 PM IST
ઉલ્લેખનીયએ કે, ગત 20 જાન્યુઆરીના અમેરિકાના 47 માં રાષ્ટ્રપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળ્યા પછી જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા તમામ ઈમીગ્રન્ટને પકડી પકડીને પોતાના દેશ પરત ધકેલી દેવાનો આદેશ કર્યો હતો. એટલે ત્યાં ગેરકાયદે રહેતા ભારતીયોને લઈ અમેરિકન એરફોર્સનું C-17 પ્લેન આજે પંજાબના અમૃતસર પહોંચશે. આ પ્લેનમાં લગભગ 33 ગુજરાતીઓ પણ આવી રહ્યા છે. તેઓને અમૃતસર લાવ્યા પછી અમૃતસરથી Indigo ની ફ્લાઈટમાં અમદાવાદ લાવવામાં આવશે. જેને પગલે અમદાવાદ પોલીસને એલર્ટ કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ આ વિમાનમાં 205 ગેરકાયદેસર ભારતીય ઈમીગ્રન્ટ છે જેમાં 140 ભારતીયો પંજાબના છે.