ભુજ: પાલારા ખાસ જેલમાંથી ફરી વાર મોબાઈલ મળી આવ્યા છે. ગત રોજ જેલમાંથી ત્રણ જેટલા મોબાઇલ તપાસ દરમિયાન મળી આવ્યા હતા. જેલના બેરક નંબર 5 અને 8 માંથી 3 મોબાઇલ તપાસ દરમિયાન મળી આવ્યા હતા. આ બાબતે પાલારા જેલ વિભાગ દ્વારા બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
Bhuj jail: 'હમારી જેલ મે મોબાઈલ' ?, ભૂજની પાલારા ખાસ જેલ માંથી 3 મોબાઈલ મળતા જેલ તંત્ર થયું દોડતું - કચ્છ ખાસ જેલ
ભુજની પાલારા ખાસ જેલ ફરી એક વાર ચર્ચામાં આવી છે. જેલમાં તપાસ દરમિયાન 3 મોબાઈલ ફોન ઝડપાયા છે, જોકે આ મોબાઈલ ફોનનો ઉપયોગ કોણ કરતું અને કેવી રીતે જેલમાં મોબાઈલ આવ્યાં તે અંગે હાલ જેલ પ્રશાસન તપાસ કરી રહ્યું છે.
Published : Jan 30, 2024, 10:29 AM IST
ક્યાંથી મળ્યા મોબાઈલ:ભુજની ખાસ પાલારા જેલમાં ગત રાત્રિએ મહિલા યાર્ડમાં ચેકીંગ હાથ ધરાઇ હતી.ઇનપુટના આધારે પાલારા જેલમાં બેરક નંબર 5 અને 8 માં તપાસ દરમિયાન 3 મોબાઇલ મળી આવ્યા હતા. બે સાદા તથા એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન બેરકની અંદર છુપાવેલા હતા, જોકે, આ ફોનનો ઉપયોગ કોણ કરતુ તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ તો પાલારા જેલ દ્વારા મોબાઈલ મળવા અંગેની ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાલારા ખાસ જેલ વિવાદમાં: ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ માધાપરના આહીર યુવક દિલીપ આહીરના ચર્ચાસ્પદ બનેલા હનીટ્રેપ કેસનું ષડયંત્ર ભુજની ખાસ પાલારા જેલમાં બેસીને મુખ્ય આરોપી અને માસ્ટર માઈન્ડ મનીષા ગોસ્વામીએ રચ્યું હતું. ત્યારે પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ દ્વારા ઇનપુટ મળતા તેના આધારે પાલારા જેલમાં મહિલા યાર્ડમાં તપાસ હાથ ધરાઇ હતી. જેમાંથી એક મોબાઇલ અને ચાર્જર તેમજ બે સિમ મળી આવ્યા હતા. આ અગાઉ પણ એલસીબીની ટીમને ત્રણ મોબાઈલ અને ત્રણ ચાર્જર મળ્યા હતા. તો ગત રાત્રિએ ફરી 3 મોબાઈલ મળતા આગામી સમયમાં વધુ ખુલાસાઓ થવાની સંભાવના છે.