પોરબંદર: ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) સોમવારે રાત્રે ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ચાર ક્રુ સભ્યો સવાર હતા જેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો છે અને ત્રણ ક્રૂ સભ્યો ગુમ થયા હતા. પોરબંદરથી આશરે 45 કિલોમીટર દૂર દરિયામાં એક ટેન્કરમાંથી ઘાયલ ક્રૂ મેમ્બરને બચાવવા માટે હેલિકોપ્ટરને રાત્રે 11 વાગ્યે તૈનાત કરવામાં આવ્યું હતું. ત્યારે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું અને દરિયામાં પડી ગયું.
પોરબંદરના દરિયા કાંઠે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, કોસ્ટગાર્ડના ત્રણ કર્મચારી લાપતા - ICG Chopper Emergency landing - ICG CHOPPER EMERGENCY LANDING
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) હેલિકોપ્ટરે ગુજરાતમાં પોરબંદર કિનારે અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું જેમાં ત્રણ લોકો ગુમ થયા હતા.,ICG Chopper Emergency landing
હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ (ANI)
Published : Sep 3, 2024, 12:46 PM IST
ભારતીય કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે, "હેલિકોપ્ટરમાં સવાર ચાર ક્રૂ સભ્યોમાંથી એકને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે બાકીના ત્રણ માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ICGએ બચાવ કાર્યમાં મદદ કરવા માટે ચાર જહાજો અને બે એરક્રાફ્ટને એકત્ર કર્યા છે."
એક્સ પરના એક નિવેદનમાં, ICGએ જણાવ્યું છે કે એક ક્રૂ મેમ્બરને રિકવર કરવામાં આવ્યો છે જ્યારે બાકીના ત્રણની શોધ ચાલી રહી છે જેમાં ચાર જહાજો અને બે હેલિકોપ્ટર બચાવ પ્રયાસો માટે તૈનાત છે.