ગુજરાત

gujarat

ETV Bharat / state

Republic Day 2024: સિદ્ધપુરમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો

પાટણના સિદ્ધપુર ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓ અને કર્મચારીઓનું સન્માન કર્યુ હતું. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. 26 January Republic Day 2024 Patan Siddhpur Health Minister Hrishikesh Patel

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો

By ETV Bharat Gujarati Team

Published : Jan 26, 2024, 3:42 PM IST

સિદ્ધપુરમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આરોગ્ય પ્રધાન ઉપસ્થિત રહ્યા

સિદ્ધપુરઃ શહેરના હાલાર સરોવરમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકારના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. આરોગ્ય પ્રધાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓ, કર્મચારીઓ અને સેવાભાવી નાગરિકોનું સન્માન કર્યુ હતું.

ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓ, કર્મચારીઓનું સન્માન

વિવિધ રજૂઆતોઃ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પોલીસ પરેડ યોજાઈ હતી. તેમજ જિલ્લાની વિવિધ શાળા, કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલ રામલીલા ઉપસ્થિતોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. જિલ્લાના વિવિધ સરકારી વિભાગો દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓ દર્શાવતા વિવિધ ટેબ્લોની સચોટ રજૂઆત કરવામાં આવી હતી. આરોગ્ય પ્રધાને આ રજૂઆતોને માણી તેમજ બિરદાવી હતી. તેમણે ખુલ્લી જીપમાં મેદાનમાં ફરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ઋષિકેશ પટેલે પોતાના વક્તવ્યમાં ગુજરાત સરકારની ઉપલબ્ધિઓ અને વડા પ્રધાન મોદીના વિક્સિત ભારતની સંકલ્પના વિશે જણાવ્યું હતું.

વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆતો

માતૃ શ્રાદ્ધ માટેની આ ઐતિહાસિક અને પવિત્ર ભૂમિ ઉપર આવીને હું ધન્યતા અનુભવી રહ્યો છું. વિકસિત ભારત 2047ની પરિકલ્પનાને સાકાર કરવા ગુજરાતે નક્કર પગલાં લીધા છે. વાઈબ્રન્ટ ગુજરાત 2024ના સફળ આયોજન દ્વારા ગુજરાતના ઔદ્યોગિક ફલકમાં નવા આયામો સર્જાયા છે. સરકારે દરેક વ્યક્તિના આરોગ્યની ચિંતા કરી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે રૂપિયા બે લાખથી શરૂ કરેલી મા યોજના અત્યારે 10 લાખની સહાય આપતી થઈ છે...ઋષિકેશ પટેલ(આરોગ્ય પ્રધાન)

  1. 75th Republic Day 2024: આજે દેશનો 75મો ગણતંત્ર દિવસ, કર્તવ્ય પથ પર દેખાશે ભારતનું શૌર્ય
  2. Republic Day 2024: ચંદીગઢમાં મુખ્ય પ્રધાન ભગવંત માને રાષ્ટ્ર ધ્વજ ફરકાવી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી

ABOUT THE AUTHOR

...view details