ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદા નદીના કિનારે આવેલા ૨૫ ગામોને સાવચેત કરાયા, તંત્રએ તકેદારીના પગલા લીધાનો કર્યો દાવો - Sardar sarovar dam of narmada - SARDAR SAROVAR DAM OF NARMADA

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, આ ક્રમમાં રવિવારે સરદાર સરોવર બંધનાં ૯ દરવાજા ૧.૫૦ મીટર ખોલવામાં આવ્યા છે જેને કારણે કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યાં છે. જાણો વધુ સમાચાર વિસ્તારથી.water level of Sardar sarovar dam

નર્મદા નદીના કિનારે આવેલા ૨૫ ગામોને સાવચેત કરાયા
નર્મદા નદીના કિનારે આવેલા ૨૫ ગામોને સાવચેત કરાયા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 12, 2024, 1:41 PM IST

નર્મદા:ગુજરાતમાં પડેલા સાર્વત્રિક વરસાદ સહિત ઉપર વાસમાં પડેલા વરસાદનો લાભ ગુજરાતને થઈ રહ્યો છે. જેના પગલે ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમમાં પાણીની ધરખમ આવક થઈ છે. ડેમની સપાટીમાં સતત વધારો થતાં રવિવારે 11 ઓગસ્ટના રોજ ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા અને પાણી છોડવામાં આવ્યું છે. જેના પગલે નદી કાંઠાના ગામોને સાવચેત કર્યા છે અને જરૂરી તકેદારીના પગલા લેવાયા હોવાનો તંત્રએ દાવો કર્યો છે.

તંત્રએ તકેદારીના પગલા લીધાનો કર્યો દાવો: નદી તળ વિદ્યુત મથક (R.B.P.H)નાં ૦૬ મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૧,૩૫,૦૦૦ (૪૫,૦૦૦+ ૯૦,૦૦૦) કયુસેક પાણી છોડવામાં આવશે. ઇન્ચાર્જ કલેકટર શ્રીમતી મમતા હિરપરાએ જણાવ્યું કે વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના કુલ ૨૫ ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

ડભોઇ તાલુકાના ૧૩ જેટલાં ગામો એલર્ટ:ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.

25 ગામોને કરાયા એલર્ટ: નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના ૨૫ ગામોના લોકોને નદીના પટમાં ના જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે ૧૦૭૭ નંબર ઉપર સંપર્ક કરવાનો તંત્રએ અનુરોધ કર્યો છે.

  1. ગુજરાતની જીવાદોરી છલોછલ, સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલાયા, 87 ટકા ભરાયો નર્મદા ડેમ - Sardar Sarovar dam

ABOUT THE AUTHOR

...view details