ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં ક્રિપ્ટો કરન્સીના નામે ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરનાર 2 ઝડપાયા - Cryptocurrencies Fraud In Dahod - CRYPTOCURRENCIES FRAUD IN DAHOD

દાહોદ નગરમાં ગોદી રોડ વિસ્તારમાં રહેતા એક યુવકને ટેલિગ્રામના માધ્યમથી ક્રિપ્ટો કરન્સીના રોકાણ પર ઊંચા વળતર આપવાની લાલચ આપી ₹22,19,188 નું ફોર્ડ કરનાર આરોપીઓને દાહોદ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. Cryptocurrencies Fraud Dahod

ક્રિપ્ટો કરન્સીના નામે ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરનાર 2 ઝડપાયા
ક્રિપ્ટો કરન્સીના નામે ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરનાર 2 ઝડપાયા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 21, 2024, 7:26 PM IST

દાહોદમાં ક્રિપ્ટો કરન્સીના નામે ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરનાર 2 ઝડપાયા (Etv Bharat Gujarat)

દાહોદ: શહેરમાં એક 30 વર્ષિય યુવકને ઠગ ટોળકીના બે સભ્યોએ સોશીયલ મીડીયા ટેલીગ્રામના માધ્યમથી હોટલના ઓનલાઈન રિવ્યુ આપી કમાણીની લાલચ આપી યુવકને વિશ્વાસમાં લીધા બાદ ક્રિપ્ટો કરન્સીના રોકાણ પર ઉંચા વ્યાજની ખોટી લાલચ આપી યુવક પાસેથી ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે કુલ રૂ.22,19,188 અલગ અલગ બેન્ક એકાઉન્ટોમાં ટ્રાન્ફર કરાવી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરતાં આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ, દાહોદ ખાતે યુવકે ફરિયાદ નોંધાંવી હતી. ત્યારે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આ ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને સુરત ખાતેથી ઝડપી પાડવામાં સફળતાં મેળવી છે. ઝડપાયેલ આરોપીઓને દાહોદની કોર્ટમાં રજુ કરતાં કોર્ટ દ્વારા બંન્ને આરોપીઓના 03 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યાં છે.

ક્રિપ્ટો કરન્સીના રોકાણ પર ઉંચા વળતરની ખોટી લાલચ: દાહોદ શહેરના ગોદી રોડ ખાતે કે.જી. કોમ્પલેક્ષ ઈજજી મોહલ્લા ખાતે રહેતાં 30 વર્ષિય જુઝેરભાઈ નુરાનીભાઈ મલેકને ગત તા.13.05.2024 થી તારીખ 15.05.2024ના સમયગાળા દરમ્યાન સોશીયલ મીડીયાના ટેલીગ્રામ તેમજ વોટ્‌‌સ એપ માધ્યમથી હોટલના ઓનલાઈન રિવ્યુ આપ્યાં હતાં. જેમાં કમાણીની લાલચ આપી હતી. જુઝેરભાઈને વિશ્વાસમાં લઈ ટેલીગ્રામ પર વેબસાઈટ ફેક વેબ પેજ બનાવી ક્રિપ્ટો કરન્સીના રોકાણ પર ઉંચા વળતરની ખોટી લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા.

અલગ અલગ એકાઉન્ટમાં ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવ્યા: ત્યારબાદ વિશ્વાસમાં લઈ ઠગ ટોળકીએ ઈસમોએ પોતાના વોટ્‌‌સ માધ્યમથી અલગ અલગ બેન્ક એકાઉન્ટ નંબર તેમજ આઈએફસી કોડ આપી તેમાં અલગ અલગ સમયગાળા દરમ્યાન કુલ રૂ. 22,19,188ની રકમ જુઝેરભાઈના બેન્ક ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધાં હતાં. સમય વિતતો ગયો અને પોતાનું કામ ન થતાં જુઝેરભાઈ પોતે છેતરાયા હોવાનું માલુમ પડતાં આ અંગેની જુઝેરભાઈએ પોતાના સગા,સંબંધીઓને જાણ કરતાં તમામમાં આશ્ચર્ય સાથે ચકચાર મચી જવા પામ્યો હતો. આ સંબંધે જુઝેરભાઈ નુરાનીભાઈ મલેક દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસના ધમધમાટનો આરંભ કર્યાે હતો.

ટેલીગ્રામનું ટેકનિકલ એનાલીસીસ: સાયબર ક્રાઈમ પોલીસ, દાહોદ દ્વારા આ બનાવની ઝીણવટપુર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી અને જેમાં ઝીણવટભરી રીતે બેન્ક ખાતાઓ, કોલ ટીડેઈલ તેમજ ટેલીગ્રામનું ટેકનિકલ એનાલીસીસ કરતાં પોલીસને જણાઈ આવ્યું હતું કે, જુઝેરભાઈએ તા. 15.05.2024ના રોજ સામાવાળાના બેન્ક એકાઉન્ટમાં રૂ.5,19,810 ટ્રાન્સફર કરેલ જેમાના રૂપીયા 2,00,000 તારીખ 15.05.2024ના રોજ આરોપી સાહિલભાઈ બકુલભાઈ ભાદાણી (રહે. કામરેજ,નવાગામ, સુરત)ના એકાઉન્ટમાં જમા થયેલ હતાં. જેને આ નાણાં સુરત ખાતેથી સેલ્ફ ચેક વીડ્રો કર્યા હતાં. ત્યારે આ બનાવમાં બીજા આરોપી વૈભવભાઈ બાબુભાઈ દુધાત્રાએ અન્ય આરોપીઓની મદદ લઈ વીડ્રો કરેલ રકમ મુખ્ય આરોપીઓને કમીશન લઈ આપી દીધેલ હતાં. આમ, સાયબર ક્રાઈમ પોલીસ, દાહોદે ઉપરોક્ત બંન્ને આરોપીઓને સુરત ખાતેથી દબોચી લઈ દાહોદ લઈ આવ્યાં હતાં.

કોર્ટમાં રજુ કરવામાં આવતા 3 દિવસના રિમાન્ડ મંજૂર: પોલીસે આરોપી સાહિલભાઈ બકુલભાઈ ભાદાણી અને વૈભવભાઈ બાબુભાઈ દુધાત્રાને દાહોદની કોર્ટમાં રજુ કર્યા હતાં ત્યારે કોર્ટ દ્વારા આ બંન્ને આરોપીઓના 03 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યાં હતાં. ત્રણ દિવસના રિમાન્ડ દરમ્યાન આ ટોળકીના અન્ય સાગરીતોને પણ પોલીસ ઝડપી પાડશે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને આરોપીઓની ટોળકીઓનો પર્દાફાર્શ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

લોભ હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એ કહેવત સાર્થક થઈ રહી છે. લોભમાં વેપારી લૂંટાયો અને લાલચમાં બે યુવકો જેલ હવાલે થયા.

  1. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેને મુખ્યમંત્રીને લખ્યો પત્ર, વરસાદગ્રસ્ત વિસ્તારો માટે સ્પેશિયલ પેકેજની માંગ - Gujarat Kisan Congress Chairman
  2. બનાસકાંઠાના માહી ગામના યુવકના મોતનુ રહસ્ય, ગામના લોકો સહિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા - youth death in Banaskantha

ABOUT THE AUTHOR

...view details