ગુજરાત

gujarat

ETV Bharat / state

1962 કરૂણા એમ્બ્યુલન્સના ડૉક્ટરે અમરોલીની ગૌશાળાની ગાયના શિંગડાનું સફળ ઓપરેશન કરી, કમોડીથી રાહત અપાવી - 1962 Karuna Animal Ambulance surat

નાગરિકો માટે જેમ 108 ઈમરજન્સી સેવા અવિતરણ પણે કાર્યરત હોય છે. એવી રીતે 1962 એનિમલ હેલ્પલાઇન-સુરતના અમરોલી સ્થિત ગાંધારી ગૌશાળા અબોલા પશુઓ માટે કાર્યરત છે. આ ગૌશાળા દ્વારા કરૂણા એમ્બ્યુલન્સના ડૉક્ટરે ગાયના શિંગડાનું સફળ ઓપરેશન કરી, તેને અસહ્ય પીડામાંથી મુક્તિ આપી હતી. જાણો સમગ્ર અહેવાલ..., 1962 Karuna Animal Ambulance

કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની તબીબી ટીમે ગાયના શિંગડાનું સફળ ઓપરેશન કર્યું
કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની તબીબી ટીમે ગાયના શિંગડાનું સફળ ઓપરેશન કર્યું (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 18, 2024, 6:04 PM IST

સુરત: રાજ્યના આમ નાગરિકોની આરોગ્ય સેવા માટે જે રીતે શહેરો અને ગામડાઓમાં 108 ઈમરજન્સી સેવા સફળતાપૂર્વક કાર્યરત છે. એવી જ રીતે અબોલ પશુઓ માટે પણ પશુપાલન વિભાગ દ્વારા 1962 એનિમલ હેલ્પલાઇન- કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ અને ફરતું પશુ દવાખાનું અવિતરપણે કાર્યરત છે. સુરતના અમરોલી સ્થિત ગાંધારી ગૌશાળા બીમાર અને બિનવારસી ગૌવંશની સેવા કરે છે.

આ ગૌશાળા દ્વારા 1962 કરૂણા એમ્બ્યુલન્સના ડૉક્ટરને એક ગાયના શિંગડામાં થયેલા સડા અંગે જાણ કરી સારવાર માટે વાત કરવામાં આવી હતી. ડૉક્ટરે સ્થળ ઉપર પહોંચી ગાયની તપાસ કરતા ગાયને શિંગડામાં કમોડી હોવાનું જણાયુ હતું. જેથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના ડૉ.કૃણાલ વડોદરીયા તથા પાયલોટ સુરેશભાઈ તેમજ ગૌશાળા યુવક મંડળના સેવકોના સાથ સહકારથી ગાયના શિંગડાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું અને ગાયની કમોડીની તકલીફ દૂર કરી તેને અસહ્ય પીડામાંથી મુક્તિ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details