દાહોદ:અષાઢી બીજ નિમિતે દાહોદ નગરમાં ભ્રમણ કરવા નિકળેલી ૧૭ મી ભગવાન જગ્ગન્નાથજીની રથયાત્રાને દાહોદ સંસદ સભ્ય જસવંત સિંહ ભાભોર, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દેવગઢ બારીયા ધારાસભ્ય બચુભાઇ ખાબડ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ અમલિયાર જિલ્લા પંચાયત પ્રમુખ પર્વતભાઇ ડામોર,સુધીર લાલપુરવાલા એ ભગવાનની આરતી અને પહિન્દ વિધી કર્યા બાદ રથને પ્રસ્થાન કરાવ્યો હતો.
દાહોદના રણછોડ મંદીરે સવારથી ભાવીકભક્તોનો જય જગ્ગનાથનો જયઘોષ કરતા જોવા મળી રહ્યા હતા. આ રથ યાત્રાના રથમાં ભગવાન શ્રીજગન્નાથની પધરામણી કરતાં પહેલા પ્રભુની પૂજા અર્ચના કરવામાં આવી હતી. શહેરના રાજમાર્ગો પર ભગવાનની રથયાત્રાને વધાવવા તેમજ સ્વાગત કરવામાટે વિવિધ સમુદાયના લોકોએ મંડપો બાધ્યા છે.
રથયાત્રાના પ્રસ્થાન સમયે જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા સહિત જિલ્લાના મોટા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રામાં નગરજનો ભાવિકભક્તો, અખાડા તેમજ વિવિધ ભજન મંડળીઓ જોડાઈ છે. રથયાત્રાને અનુલક્ષીને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દાહોદ હનુમાન બજારથી નીકળેલી રથયાત્રા પડાવ ચોક થઈને દોલતગંજ બજારમાં થઈને સોનીવાડમાં આ રથ યાત્રા પહોંચી હતી અને કલાકના વિરામ બાદ રથયાત્રા મંડાવાવ ચોક, ગોવિંદનગર, માણેક ચોક વાળા માર્ગે દેસાઈવડે પહોંચી હતી. અને ત્યાંથી પરત ફરી એમ.જી રોડના રસ્તે થઈ નેતાજી બજાર થઈ અને પૂર્ણ થઈ હતી.