ગુજરાત

gujarat

ETV Bharat / state

નડીયાદમાં રિક્ષાચાલકના પુત્રએ 12 સાયન્સમાં મેળવ્યો A1 ગ્રેડ. પુત્રની સફળતાથી પરિવારમાં ખુશીની ફેલાઇ લાગણી - 12 science board result - 12 SCIENCE BOARD RESULT

આજે બોર્ડનું HSC વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું છે.ત્યારે નડીયાદના રિક્ષા ચાલકના પુત્ર ધ્રુવ રાવળે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 99.48 પર્સેન્ટાઈલ સાથે A1 ગ્રેડ મેળવ્યો છે.સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીએ પોતાની લગન અને મહેનતથી ઉત્કૃષ્ટ પરિણામ મેળવી અનેકને પ્રેરણા પુરી પાડી છે. પુત્રની સફળતાથી પરિવારમાં ખુશીની લાગણી ફેલાઇ છે.12 science board result

પુત્રની સફળતાથી પરિવારમાં ખુશીની  ફેલાઇ લાગણી
પુત્રની સફળતાથી પરિવારમાં ખુશીની ફેલાઇ લાગણી (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 9, 2024, 6:29 PM IST

નડીયાદ: શ્રીકૃષ્ણ સોસાયટીમાં રહેતા નિતિનભાઈ રાવળ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને એક દિકરી અને બે દિકરા છે. જેમાં સૌથી નાનો પુત્ર ધ્રુવ ધોરણ 12 સાયન્સ બોર્ડની પરિક્ષામાં શ્રેષ્ઠ પરિણામ લાવીને જીલ્લામાં ટોપર બન્યો છે. જેને લઈ તેના પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તેના માતાપિતાએ મો મીઠું કરાવી પુત્રની સફળતાને હરખથી વધાવી લીધી છે.

નડીયાદમાં રિક્ષાચાલકના પુત્રએ 12 સાયન્સમાં મેળવ્યો A1 ગ્રેડ. (etv bharat gujarat)

ટ્યુશન વિના મહેનતથી મેળવી સિદ્ધિ: ધ્રુવ રાવળે નડીયાદની વિઝન સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેણે આજે આવેલા બોર્ડ પરિણામમાં ધોરણ 12 સાયન્સમાં 99.48 પર્સેન્ટાઈલ સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. ગુજકેટમાં 99.90 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. તેણે કોઈ ટ્યુશન વિના સ્કૂલના શિક્ષકોના માર્ગદર્શનથી અભ્યાસ કરી સફળતા મેળવી છે.

રિક્ષા ચાલકના પુત્ર ધ્રુવ રાવળે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 99.48 પર્સેન્ટાઈલ સાથે A1 ગ્રેડ મેળવ્યો (etv bharat gujarat)

માતાપિતા સફળતાના પ્રેરણા સ્ત્રોત:ધ્રુવે જણાવ્યુ હતું કે, મારા માતાપિતા મારી સફળતાના પ્રેરણા સ્ત્રોત છે. મારા પિતા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. બાળપણથી મારા માતાપિતાને સંઘર્ષ કરતા જોતો આવ્યો છું. જેને લઈ મને અભ્યાસમાં શ્રેષ્ઠ દેખાવ કરવાની સતત પ્રેરણા મળતી રહી છે. ધ્રુવે SSC બોર્ડમાં 99.88 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા. હવે HSCમાં 99.48 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.

રિક્ષા ચાલકના પુત્ર ધ્રુવ રાવળે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 99.48 પર્સેન્ટાઈલ સાથે A1 ગ્રેડ મેળવ્યો (etv bharat gujarat)

શિક્ષકોનું સતત માર્ગદર્શન મળ્યું:આ સિદ્ધિ મારી શાળાની પણ છે. મને મારી વિઝન સ્કૂલના શિક્ષકોનું સતત માર્ગદર્શન મળ્યું છે. ટ્યુશન ન હોવાથી મે સ્કૂલના શિક્ષકોને જ ફોલો કર્યા છે. હવે હું આગળ બીટેક કરવા ઇચ્છું છુ એમ ધ્રુવે જણાવ્યુ હતું. વધુમાં નિષ્ફળ વિદ્યાર્થીઓને સંદેશ આપતા તેણે જણાવ્યુ હતું કે, જીવનમાં નિષ્ફળતા આવે તો નાસીપાસ થવાનું નહી. અમારી આર્થિક સ્થિતિને લઈ મારા જીવનમાં પણ અભ્યાસ માટે મે ઘણી મુશ્કેલીઓ સહન કરી છે.

પુત્રની સફળતાથી પરિવારમાં ખુશીની લાગણી ફેલાઇ (etv bharat gujarat)
  1. ધો. 12ના દરેક પ્રવાહ અને ગુજકેટ 2024નું પરિણામ આજે GSEB વેબસાઈટ પર જાહેર થયુ - Result
  2. હરિયાણાના રાજકારણમાં મચ્યો ખળભળાટ, 3 અપક્ષ ધારાસભ્યોએ સૈની સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચ્યું - Haryana Political Crisis Update

ABOUT THE AUTHOR

...view details