પોરબંદરના કુખ્યાત બુટલેગર સાગર ડબલુની હત્યાના આરોપીઓની પોલીસે ધરપકડ કરી (Etv Bharat Gujarat) પોરબંદર:ગત 14 જુલાઈ 2024ના રોજ પેરેડાઈઝ ફુવારા નજીક આવેલ એક હોસ્પિટલના પટાંગણમાં 20 થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવનાર કુખ્યાત બુટલેગર સાગર ઉર્ફે ડબલુની હત્યા 13 લોકોએ કરી નાસી છૂટ્યા હતા. જેને પકડવા પોરબંદર પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી અને 12 જેટલા આરોપીને પકડી પાડ્યા છે. જેમાં એક આરોપીને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમ ASP સાહિત્યા વી એ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોંફરન્સમાં જણાવ્યુ હતું.
કઈ રીતે બન્યો હતો હત્યાનો બનાવ: કમલાબાગ પોલીસ સ્ટેશનમાં મૃતક સાગર ઉર્ફે ડબલુ મૂળજી મોતીવરસના મામા દિપકે નોંધાવેલ ફરિયાદ અનુસાર સાગરને પવન પરમાર સાથે અગાઉ ઝઘડો થયો હતો અને તે આરોપીઓ સમાજમાં પોતાની ધાક જમાવવા માટે દારૂની હેરફેર, મારામારી, ધમકીઓ આપી ગેરકાયદેસર રીતે નાણાકીય લાભ મેળવવા અંગેના ઘણા ગુન્હાઓ તેમના વિરુદ્ધ દાખલ થયેલ છે. આ 13 જેટલા આરોપીઓએ સંગઠીત થઇને કાવતરુ ઘડીને સાગરની હત્યાનો પ્લાન ઘડ્યો હતો.
સાગર પર 7 જેટલા છરીના ઘા કરાયા:આ 13 આરોપીઓએ સાગરની પાછળ દોડી અને ધક્કો મારીને જમીન પર પછાડી દીધો હતો અને તેને ઢીકા પાટુંનો માર મારીને પાસે રહેલ છરીથી સાગરના ખભાના ડાબા ભાગે અને પેટ તેમજ કમરના ભાગે 7 જેટલા ઘા માર્યા હતા. સંદર્ભે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ડી એન એસ 2023 ની કલમ 103 (2 )111 ,115( 2 )અને 352 તથા જીપીએક્ટ કલમ 135 મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. ગુજરાતમાં 111 કલમ લાગી હોવાનો બીજો બનાવ હોવાનું પોલીસે જણાવ્યુ હતું.
ગુન્હામાં સંડોવાયેલ 13 આરોપીના નામ: અનિલ ધનજી વાંદરીયા, ચેતન ઉર્ફે ચેતું ધનજી વાંદરીયા, યસ ઉર્ફે વાય પી અશોક પાંજરી, પ્રિન્સ ઉર્ફ ઢીકાઢીક મહેશ ચૌહાણ, રાહુલ ઉર્ફે લાલો મનસુખ ચામડીયા, કેનિક ધીરજ શેરાજી, આકાશ ઉર્ફે બંધ મગજ મનસુખ ગોહિલ, હિરેન જુંગી, ખુશાલ વિનોદ જુંગી, પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમાર, આશિષ ઉર્ફે ટકો, કુશ કિરીટ જુંગી, કેવલ મસાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.
સાગર ડબલુ કેસમાં 12 આરોપી ઝડપાયા:પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ASP સાહિત્યા વી એ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, સાગર ડબલું હત્યા કેસમાં સંડોવાયેલ 12 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક આકાશ ઉર્ફે બંધ મગજ મનસુખ ગોહેલ ઓબ્ઝર્વેશન અને સારવાર હેઠળ છે. જ્યારે હિરેન જુંગીને પકડી પણ ખારવાવાડ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તમામની ધરપકડ કરવા માટે અલગ અલગ જિલ્લામાં કમલાબાગ પોલીસ સ્ટેશન એલસીબી કીર્તિ મંદિર વગેરે મળી ફૂલ આઠ જેટલી ટીમો બનાવી હતી અને આરોપીઓને અલગ અલગ સ્થળોએથી ઝડપી પાડ્યા હતા. જેમાં રાહુલ અને કેનિક બંદર વિસ્તારમાંથી બોટમાં છુપાયેલા હતા. પોલીસે તેમને ત્યાંથી ઝડપી લીધા હતા.
અલગ અલગ જગ્યાઓએ આરોપીઓ સંતાયા:આ ઉપરાંત ચેતન અને પ્રિન્સને બરડા ડુંગરના વાંસજાળિયા ગામના જંગલમાંથી ફિલ્મી ઢબે ઝડપી લીધા હતા. આ ઉપરાંત યસ ઉર્ફે વાય પી અશોક પાંજરી રાજકોટ તરફ નાસી રહ્યો હતો. તે દરમિયાન ધોરાજીથી ઝડપી લેવામાં આવ્યો હતો. અન્ય આરોપી અનિલ ધનજી વાંદરિયા દ્વારકા તરફ જતો હતો તે દરમિયાન ગુપ્ત ઠેકાણેથી આશરો લેવાનો હોય ત્યાંથી તેને ઝડપી લીધો હતો.
હત્યામાં અન્ય કોઇની સંડોવણી હશે તેને સજા કરાશે: ASP સાહિત્યા વીએ જણાવ્યું હતું કે, અન્ય આરોપી ખુશાલ વિનોદ જુંગી, આશિષ ટકો અને ખુશ કિરીટ જુંગી તથા કેવલ મસાણી અને પવન ઉર્ફે પપ્પુ પરમારને બિલેશ્વર ગામ પાસે બરડા વિસ્તારમાંથી પોલીસે ઝડપી લીધા હતા. એક આરોપી આશિષ ઉર્ફ બંધ મગજ રાજકોટ ખાતે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપી લઇને આગળની તપાસ હાથ ધરી છે. તપાસમાં અન્ય કોઈની સંડોવણી હશે તો તેમની વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
- ખેડા જિલ્લાના ઠાસરામાં પડી વીજળી, 1 બાળકનું મોત, 2 લોકો ઇજાગ્રસ્ત - 1 child died due to lightning
- અમદાવાદ-વડોદરા હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 6 ના મોત અને 8 ઘાયલ - ANAND ACCIDENT