ગુજરાત

gujarat

ETV Bharat / state

ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત: જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સના 11 પેકેટ મળી આવ્યા - DRUGS IN GUJARAT - DRUGS IN GUJARAT

ભારત અને પાકિસ્તાનને જોડતી ગુજરાતની કચ્છ બોર્ડર પર અવારનવાર ડ્રગ્સના વિવિધ પેકેટ આમ જ જ્યાં ત્યાં રખડતા મળી આવે છે. ડ્રગ્સ તો મળે છે પણ કોઈ માથું પકડાતું નથી. આવી ઘણી ઘટનાઓ બની ચુકી છે. જખૌમાં વધુ એકવાર ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. - DRUGS IN GUJARAT

ડ્રગ્સના 11 પેકેટ મળી આવ્યા
ડ્રગ્સના 11 પેકેટ મળી આવ્યા (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2024, 7:49 PM IST

કચ્છ:સરહદી વિસ્તાર કચ્છની દરિયાઈ સીમામાંથી ડ્રગ્સના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે જખૌના કોસ્ટ વિસ્તારના નિર્જન ટાપુ પરથી બીએસએફના જવાનોને ડ્રગ્સના 11 પેકેટ મળી આવ્યા છે.બીએસએફને જખૌના દરિયાઈ વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન ફરી ડ્રગ્સના 11 પેકેટ મળી આવ્યા છે.કુલ 11 કિલોનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે અને આ 11 જેટલા ડ્રગ્સના પેકેટની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 11 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.

જૂન 2024થી આજ સુધી ડ્રગ્સના 261 પેકેટ મળી આવ્યા:જૂન 2024 થી આજ સુધીમાં બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન જખૌ અને આસપાસના દરિયાઈ વિસ્તારમાંથી 261 જેટલા ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે.તો હજુ પણ બીએસએફ અને વિવિધ એજન્સીઓ દ્વારા જખૌના બેટ, ટાપુ, કૉસ્ટલ વિસ્તાર તેમજ ક્રીક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ટાપુઓ અને ક્રીક વિસ્તારની સઘન તપાસ:બીએસએફ દ્વારા અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને દરિયાકાંઠે આવેલા અલગ-અલગ ટાપુઓ અને ક્રીક વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે.બીએસએફના જવાનો દ્વારા દરિયાકાંઠાના વિસ્તાર અને ટાપુ વિસ્તારમાં છેલ્લાં બે મહિનાથી સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને હજુ પણ વધુ માત્રામાં ડ્રગ્સના પૅકેટ મળી આવવાની સંભાવના બીએસએફ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું:કચ્છની દરિયાઇ સીમા વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ડ્રગ્સ પેડલર દ્વારા ફેંકી દેવાયેલ ડ્રગ્સના પકેટો દરિયાના મોજામાં તણાઈ આવીને કચ્છની દરિયાઈ સીમામાંથી મળી આવે છે. સ્ટેટ આઇબી, મરીન કમાન્ડો, સ્થાનિક પોલીસ, બીએસએફના જવાનો દ્વારા કચ્છની વિવિધ દરિયાઈ સીમા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:

  1. જાણો, કેવા ગણપતિનું સ્થાપન ઘરમાં શ્રેષ્ઠ, 12 રાશિઓ કઈ રીતે પૂજન કરવું અને ક્યા મંત્ર જાપ કરવા - Ganesh Chaturthi 2024
  2. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં અવિરત વરસેલા વરસાદને લઈને બજારમાં વરસાદી પાણી ભરાયા... - Heavy Rain in Patan

ABOUT THE AUTHOR

...view details