ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરણ 10નું બોર્ડમાં 82.56 ટકા પરિણામ, છોકરાની તુલનામાં સાત ટકા છોકરીઓ વધુ પાસ થઈ - 10th Board Result - 10TH BOARD RESULT

ધોરણ 10નું બોર્ડની પરીક્ષાનું પરિણામ 82.56 ટકા જાહેર થયું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગરનું પરિણામ 87.22 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર જેનું પરિણામ 74.57 ટકા રહ્યું છે. - 10th Board Result

ધોરણ 10નું બોર્ડમાં 82.56 ટકા પરિણામ, છોકરાની તુલનામાં સાત ટકા છોકરીઓ વધુ પાસ થઈ
ધોરણ 10નું બોર્ડમાં 82.56 ટકા પરિણામ, છોકરાની તુલનામાં સાત ટકા છોકરીઓ વધુ પાસ થઈ (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 11, 2024, 11:57 AM IST

ગાંધીનગર:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે ધોરણ 10 (SSC)નું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 82.56 ટકા જાહેર થયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ તેમજ વોટ્સએપ નંબર નંબર પર તેમનો બેઠક ક્રમાંક મોકલીને તેમના પરિણામની વિગતો જાણી શકશે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગરનું પરિણામ 87.22 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર જેનું 74.57 ટકા રહ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના ચેરમેન બંછાનિધી પાની (Etv Bharat)

છોકરીઓએ મેદાન માર્યું: ધોરણ 10 માં છોકરાઓની તુલનામાં છોકરીઓએ મેદાન માર્યું છે. દીકરીઓએ દસમા ધોરણના રીઝલ્ટમાં ખુબ સારું પરિણામ દર્શાવ્યું છે. છોકરાઓની પરિણામની ટકાવારી 79 પરસેન્ટ છે. તેની સામે દીકરીઓનું પરિણામ 86 છે. આમ દીકરાઓ કરતાં 7% વધુ દીકરીઓનું પરિણામ ઉંચું આવ્યું છે.

વધુ પરિણામ ધરાવતો કેન્દ્ર દાલોદ: ધોરણ 10ના બોર્ડના રિઝલ્ટની વાત કરીએ તો આ વખતે પરિણામ 82.56 ટકા જાહેર થયું છે. આ વખતે કુલ 6,99,598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમનું પરિણામ 82.56 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્ર દાલોદ (અમદાવાદ ગ્રામ્ય) 100 ટકા, તેમજ તલગાજરડાનું પરિણામ (ભાવનગર) 100 ટકા રહ્યું છે. જ્યારે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર રહ્યો છે, જેનું પરિણામ 87.22 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર જેનું 74.57 ટકા પરિણામ છે. આ વખતે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની વાત કરીએ તો આ વખતે 2023ની તુલનાએ આવી સ્કૂલોની સંખ્યા વધીને 1389ને આંબી ગઈ છે, જે 2023માં 272 જ હતી. 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા આ વખતે ઘટી છે જે 70ની આજુબાજુ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પરથી સવારે આઠ વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડનું વર્ષ 2023માં ઘોરણ 10નું 64.62 ટકા પરિણામ આવ્યુ હતુ.

બોર્ડ ચેરમેન બંછાનિધી પાનીના શબ્દો: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના ચેરમેન બંછાનિધી પાનીએ જણાવ્યું કે, "સ્કૂલ 981 કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવી હતી. 6,99,598 જેટલા બાળકોએ પરીક્ષા આપી હતી. કુલ 5,77,556 બાળકોએ પરીક્ષા પાસ કરી છે. કુલ વિદ્યાર્થી પૈકી 82.56 ટકા પાસ થયા છે. ગત વર્ષની સરખામણીમાં લગભગ 17 થી 18 ટકા પરિણામ આ વખતે ઊંચું આવ્યું છે. દીકરીઓએ દસમા ધોરણના રીઝલ્ટમાં ખુબ સારું પરિણામ દર્શાવ્યું છે. છોકરાઓની પરિણામની ટકાવારી 79 પરસેન્ટ છે. તેની સામે દીકરીઓનું પરિણામ 86 છે. આમ દીકરાઓ કરતાં 7% વધુ દીકરીઓનું પરિણામ ઉંચું આવ્યું છે.

  1. સુરતમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પરિણામ જોયા બાદ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા - Class 10 result declared
  2. એસોસિયેટ પ્રોફેસર ડો. સુમિત રાવતના સંશોધનને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી, બાળકોમાં ફરી ઓરીનો રોગચાળો - international recognition

ABOUT THE AUTHOR

...view details