ગુજરાત

gujarat

ETV Bharat / state

'બર્થડેમાં ખર્ચેલ 10 હજાર પાછા આપ નહીંતર સબંધ રાખ', માથા ફરેલ પ્રેમીની રંઝાળમાંથી યુવતીને અભિયમની ટીમે છોડાવી - 108 Abhayam team Rajkot - 108 ABHAYAM TEAM RAJKOT

રાજકોટમાં યુવતિએ સંબંધ રાખવા ઈન્કાર કરવા છતાં એક યુવક તેની પાછળ પડી ગયો હતો. યુવક યુવતીને જબરદસ્તી સંબંધ રાખવાનું કહેતો હતો. જોકે પીડિત યુવતિએ અભયમની ટીમનો સંપર્ક કરતા ટીમે યુવકને કાયદાનું ભાન કરાવ્યું હતું. જાણો આખરે શું હતો સમગ્ર મામલો...108 Abhayam team counsaling

181 અભિયમ ટીમ રાજકોટ (પ્રતિકાત્મક તસ્વીર)
181 અભિયમ ટીમ રાજકોટ (પ્રતિકાત્મક તસ્વીર) (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 1, 2024, 9:37 AM IST

રાજકોટ:રાજકોટની એક યુવતીએ મહિલા હેલ્પલાઇનમા ફોન કરી જણાવ્યું હતું કે, તેને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. હાલમાં યુવક જબરદસ્તી કરીને રિલેશન રાખવા માટે હેરાન કરે છે. આ અંગેની રજૂઆત મળતા જ કાઉન્સિલર કાજલ પરમાર, કોન્સ્ટેબલ સેજલબેન તેમજ પાઇલોટ હિમાંશુભાઈ સહિતની અભયમ ટીમ યુવતીએ આપેલા રેસકોર્સ લોકેશન પર પહોંચી ગઈ હતી.

શું હતો સમગ્ર મામલો: ટીમે આ યુવતી પાસેથી સમગ્ર માહિતી મળેવી હતી, આ દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે, તેને એક યુવક સાથે 8 મહિનાથી પ્રેમસંબંધો હતો. જેમાં બંને લગ્ન કરવાના ઇરાદે જોડાયેલા હતા. જોકે, યુવકે ધીરે ધીરે મેસેજ અને ફોન સતત કરવા માંડ્યુ અને માનસિક હેરાનગતિ કરવા લાગ્યો હતો. યુવકની આ પ્રકારની વર્તણૂકથી કંટાળેલી યુવતીએ સંબંધ ન રાખવા જણાવ્યું હતું જેને લઈને યુવકે તેના જન્મદિવસ પર 10,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો તે પરત માંગ્યા હતા અને જો રૂપિયા ન આપવા હોય તો સબંધ રાખે તેવી શરત રાખી હતી.

અભિયમની ટીમે કર્યુ કાઉન્સેલિંગ: વધુમાં પીડિતાએ જણાવ્યું કે, પોતે ફોન કરી યુવકને નોકરીના સ્થળ પર બોલાવીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં તે નહીં માનતા અંતે 181 હેલ્પલાઇન પર ફોન કરી મદદ માંગી છે. સમગ્ર હકીકત જાણી લીધા બાદ અભયમની ટીમે ઘટના સ્થળે પહોંચી કાઉન્સલિંગ કરી રિલેશનશીપ રાખવા માટે જબરદસ્તી નહીં કરવા સમજાવ્યું હતું. તેમજ આ યુવતીનો પીછો નહીં કરવાની ચેતવણી આપી કાયદાકીય સમજ આપી હતી.

યુવકે ભૂલ સ્વીકારી માગી માફી: અભયમની ટીમ દ્વારા કરવામાં આવેલી સમજાવટ બાદ પ્રેમીએ તેની ભૂલ સ્વીકારી માફી માગી હતી. તો યુવતિ સાથે જબરદસ્તી સંબંધ રાખવા દબાણ નહીં કરવા માટે ખાતરી આપી હતી. તેમજ હવે પછી તે યુવતીને હેરાન કરશે નહીં અને રિલેશનશિપ રાખવા કોઈપણ જાતની જબરદસ્તી કે ધાક ધમકી આપશે નહી તેવી ખાતરી આપી હતી. પ્રેમી સમજી જતા પીડિતાએ પણ હાલ કોઈ કાનૂની પગલાં લેવા નહીં માંગતી હોવાનું જણાવી 181 રેસકોર્સ અભયમ ટીમનો મદદ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details