બેંગલોર: વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2025 મીની હરાજી રવિવારે બેંગલુરુમાં યોજાવાની છે, જેમાં 5 ફ્રેન્ચાઇઝીસ દ્વારા 120 ખેલાડીઓની પસંદગી માટે બોલી લગાવવામાં આવશે.
હરાજી પૂલમાં 91 ભારતીય ખેલાડીઓ અને 29 આંતરરાષ્ટ્રીય સ્ટાર્સનો સમાવેશ થાય છે, જેમાં એસોસિયેટ નેશન્સમાંથી 3 ઉભરતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. તેમાંથી 30 ખેલાડીઓ કેપ્ડ છે (9 ભારતીય, 21 વિદેશી), જ્યારે 90 અનકેપ્ડ છે (82 ભારતીય, 8 વિદેશી). મોટાભાગની ફ્રેન્ચાઇઝીઓએ તેમની મુખ્ય ટીમો જાળવી રાખી છે, તેથી માત્ર 19 સ્લોટ ખાલી છે, જેમાં વિદેશી ખેલાડીઓ માટે 5નો સમાવેશ થાય છે.
હરાજીમાં આટલા મુખ્ય ખેલાડીઓનો સમાવેશ:
આ વર્ષની હરાજીમાં સામેલ મુખ્ય ખેલાડીઓમાં તેજલ હસબનિસ, સ્નેહ રાણા, ડિઆન્ડ્રા ડોટિન (વેસ્ટ ઈન્ડિઝ), હીથર નાઈટ (ઈંગ્લેન્ડ), ઓર્લા પ્રેન્ડરગાસ્ટ (આયર્લેન્ડ), લોરેન બેલ (ઈંગ્લેન્ડ), કિમ ગાર્થ (ઓસ્ટ્રેલિયા)નો સમાવેશ થાય છે. ).
તમામ 5 ફ્રેન્ચાઇઝીનું પર્સ(રોકડ):
- દિલ્હી કેપિટલ્સ - રૂ. 2.5 કરોડ
- ગુજરાત જાયન્ટ્સ - રૂ. 4.4 કરોડ
- મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 2.65 કરોડ
- યુપી વોરિયર્સ - રૂ. 3.9 કરોડ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - રૂ. 3.25 કરોડ
WPL 2025 હરાજી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી :-
- WPL 2025 માટે ખેલાડીઓની હરાજી 15 ડિસેમ્બર, રવિવારના રોજ થશે.
- WPL 2025 માટે ખેલાડીઓની હરાજી બેંગલુરુ, ભારતમાં યોજાશે.
- WPL 2025ની હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે.
- દર્શકો જિયો સિનેમા એપ પર WPL 2025 ઓક્શનને ફ્રીમાં લાઈવ સ્ટ્રીમ નિહાળી શકશે.
આ પણ વાંચો:
- IPL પહેલા મેચ ફિક્સિંગ કેસમાં ભારતીય ફ્રેન્ચાઇઝી માલિકની ધરપકડ, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
- IPLના અનસોલ્ડ વિદેશી ખેલાડીઓ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની નજર, શું કરવા માંગે છે PCB?