હૈદરાબાદ: ભારતીય મહિલા અંડર-19 ક્રિકેટ ટીમ 31 જાન્યુઆરીએ એટલે કે આજે કુઆલાલંપુરના બાયુમાસ ઓવલ ખાતે આઈસીસી મહિલા અંડર-19 ટી20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે તેની ચારેય મેચ જીતીને સુપર સિક્સ ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, જ્યારે ઇંગ્લેન્ડ સુપર સિક્સ ગ્રુપ 2 માં બીજા સ્થાને રહ્યું હતું કારણ કે તેની ચારમાંથી બે મેચ કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ હતી.
હાલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પ્રથમ સેમિફાઇનલમાં મેચ ચાલી રહી છે, જેમાં દક્ષિણ આફ્રિકા જીતને આરે છે. માટે જો ભારત આ સેમિફાઇનલ મેચ જીતે છે તો ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે જોવા મળશે.
ભારત- ઇંગ્લેન્ડ અંડર-19 ટી20 વર્લ્ડ કપ સેમિ-ફાઇનલ મેચની વિગતો
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા અંડર-19 ટી20 વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ ક્યારે રમાશે?
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા અંડર-19ટી20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ શુક્રવાર, 31 જાન્યુઆરીના રોજ રમાશે.
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા અંડર-19 ટી20 વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ ક્યાં રમાશે?
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા અંડર-19 ટી20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ કુઆલાલંપુરના બાયુમાસ ઓવલ ખાતે રમાશે.
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા અંડર-19 ટી20 વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા અંડર-19 ટી20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ ભારતીય સમય મુજબ બપોરે 12:00 વાગ્યે શરૂ થશે.
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ ભારતમાં ડિઝની+હોટસ્ટાર એપ અને વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. ચાહકો ફ્રી માં આ મેચનો આનદ માણી શકે છે.