મુંબઈ:અભિનંદન...અભિનંદન...ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગલીઓમાં રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમજ સ્પોર્ટ્સ જગતમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય બેટિંગ સ્ટાર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ આજે (20 ફેબ્રુઆરી) મંગળવારે તેમના બીજા બાળકના જન્મની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેણે ફેન્સને બેબી બોયનું નામ પણ જણાવ્યું છે.
Virat Anushka Second Child: અનુષ્કા-વિરાટ બીજી વખત બન્યા પેરેન્ટ્સ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી માહિતી - Virat Anushka baby boy name
Virat Kohli-Anushka Sharma Second Child : વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરમાં ફરી ખુશીઓનો માહોલ છે. જી હા, અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે. જાણો માતા-પિતાએ તેમના બાળકને શું નામ આપ્યું છે?
Published : Feb 20, 2024, 9:48 PM IST
ઉલ્લેખનીય છે કે અનુષ્કા અને વિરાટે તેમના નાનાનું નામ અકાય રાખ્યું છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતા અનુષ્કા શર્માએ લખ્યું, '"With abundant happiness and our hearts all of love, we are pleased to inform everyone that on 15th February, we welcomed our baby boy Akaay & Vamika's little brother into this world!"
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. સ્ટાર દંપતીએ 11 જાન્યુઆરી 2021ના રોજ તેમની પુત્રી વામિકાના ત્રીજા જન્મદિવસની ઉજવણી કરી હતી. નોંધનીય છે કે વિરાટ કોહલીએ અંગત કારણોસર અને બીસીસીઆઈએ તેના નિર્ણયને સમર્થન આપીને સમગ્ર શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.