નવી દિલ્હીઃ એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુપર-8 મેચ રમાવા જઈ રહી છે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાશે. બાંગ્લાદેશની ટીમ સામે હારતા પહેલા ટીમ ઈન્ડિયાએ નેટ્સમાં ઘણી મહેનત કરી હતી. ICC એ ભારતીય ટીમના નેટ સેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી નેટમાં બેટિંગ કરતા જોવા મળે છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમને આ બંને પાસેથી રન આવવાની અપેક્ષા રાખવામાં આવશે.
T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટક્કર, વિરાટ અને રોહિતે પ્રેક્ટિસ સેશનમાં પાડયો પરસેવો - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે રાત્રે 8 વાગ્યાથી મેચ શરૂ થવા જઈ રહી છે. આ મેચ પહેલા ભારતીય ટીમે એન્ટિગુઆ પહોંચીને પ્રેક્ટિસ કરી હતી. આ સમય દરમિયાન, રોહિત અને વિરાટે નેટમાં ખૂબ પરસેવો પાડ્યો હતો. World Cup 2024
Published : Jun 22, 2024, 1:14 PM IST
રોહિત-વિરાટ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા: રોહિત અને વિરાટનું બેટ T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યું નથી. સુપર-8ની પ્રથમ મેચમાં પણ આ બંને બેટ્સમેન અફઘાનિસ્તાન સામે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. હવે, ભારતીય ચાહકો બાંગ્લાદેશ સામે આ બંને બેટ્સમેન પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખે છે. T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્માએ અત્યાર સુધી 4 મેચમાં 1 અડધી સદી સાથે 76 રન બનાવ્યા છે. તો 4 ઇનિંગ્સમાં વિરાટના બેટમાંથી માત્ર 29 રન જ આવ્યા છે.
એન્ટિગુઆ આગમનનો વીડિયો: આ પહેલા BCCIએ સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાના એન્ટિગુઆ આગમનનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ત્યાં પહોંચતા જોવા મળી રહ્યા છે. આ વિડિયોમાં ટીમના ખેલાડીઓ હોટલમાંથી નીકળી, બસમાં સવાર થઈ, એરપોર્ટ પહોંચે છે અને પછી ત્યાંથી એન્ટિગુઆ પહોંચે છે, જ્યાં ભારત બાંગ્લાદેશ સામે શાનદાર મેચ રમવાની છે.