મુંબઈઃT20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયાએ ગુરુવારે ભારત પરત ફર્યા બાદ વિજય પરેડમાં ભાગ લીધો હતો. ભારતીય ટીમે 'વિજય રથ'માં નરીમાન પોઈન્ટથી મરીન ડ્રાઈવ થઈને મુંબઈના વાનખેડે સ્ટેડિયમ સુધી રોડ શો કર્યો હતો. આ દરમિયાન લાખો ચાહકોએ મરીન ડ્રાઈવથી વાનખેડે સુધી ટીમ ઈન્ડિયાનું સ્વાગત કર્યું.
વાનખેડે સ્ટેડિયમાં ટીમ ઈન્ડિયા માટે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં BCCI સેક્રેટરી જય શાહ અને પ્રમુખ રોજર બિન્નીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ઈનામી રકમ તરીકે 125 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો.
BCCI ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો:
BCCI સેક્રેટરી જય શાહે ટીમ ઈન્ડિયા માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી. જેનો ચેક શાહ અને રોજર બિન્નીએ ખેલાડીઓને સોંપ્યો હતો.
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ કર્યો જોરદાર ડાન્સ:
T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા અને ડ્રમ પર જોરશોરથી ડાન્સ કર્યો. રોહિત શર્મા અને વિરાટ કોહલી જોરશોરથી ડાન્સ કરતા જોવા મળ્યા હતા.