ગુજરાત

gujarat

ETV Bharat / sports

Suryakumar Yadav: સતત બીજીવાર મેન્સ ટી-20 ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ સૂર્યકુમાર યાદવે જીતી લીધો છે - ટી 20

સૂર્યકુમાર યાદવને મેન્સ ટી-20 ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આઈસીસીએ આપ્યો છે. યાદવે સિકંદર રઝા અને માર્ક ચેપમેન જેવા ટી-20ના દિગ્ગજ ખેલાડીઓને પાછળ રાખીને આ એવોર્ડ પોતાના નામે કરી લીધો છે. Suryakumar Yadav Won ICC Men's T20 Cricketer of The Year award

મેન્સ ટી-20 ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ સૂર્યકુમાર યાદવે જીતી લીધો છે
મેન્સ ટી-20 ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ સૂર્યકુમાર યાદવે જીતી લીધો છે

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2024, 3:58 PM IST

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના રાઈટ હેન્ડેડ બેટ્સમેન સૂર્યકુમાર યાદવનવે આઈસીસી મેન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ યર 2023નો એવોર્ડ આપવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવે સતત બીજીવાર આ એવોર્ડ પોતાના નામે કર્યો છે. સૂર્યકુમાર યાદવે 2023માં અંદાજિત 50ની સરેરાશથી તેમજ 160થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. સૂર્યકુમાર યાદવે સિકંદર રઝા અને માર્ક ચેપમેન જેવા ટી-20ના દિગ્ગજ ખેલાડીઓને પાછળ રાખીને આ એવોર્ડ પોતાના નામે કરી લીધો છે.

સૂર્યકુમાર યાદવે ટી-20માં ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું છે. વર્ષ 2023માં 18 ટી-20 મેચીસમાં 17 ઈનિંગ્સમાં 45.90ની સરેરાશથી 168.89ના સ્ટ્રાઈક રેટ સાથે કુલ 733 રન બનાવ્યા છે. જે દરમિયાન તેણે 2 સેન્ચ્યુરી તેમજ 5 ફિફ્ટીઝ પણ ફટકારી છે. તેનો બેસ્ટ સ્કોર 112 નોટઆઉટ રહ્યો છે. તે ઉપરાંત સૂર્યકુમારે વર્ષ 2022માં 31 મેચીસમાં 31 ઈનિંગ્સમાં 46.56ની સરેરાશથી 187.43 સ્ટ્રાઈક રેટ સાથે કુલ 1164 રન બનાવ્યા હતા. જેમાં પણ 2 સેન્ચ્યૂરી અને 9 ફિફ્ટીઝનો સમાવેશ થાય છે.

આઈસીસી દ્વારા પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં સૂર્યકુમાર યાદવે આ એવોર્ડ જીત્યાની માહિતી આપવામાં આવી છે. આ સાથે બીસીસીઆઈએ પણ સૂર્યકુમારને પોતાની આ સિદ્ધિ બદલ ધન્યવાદ પાઠવતી પોસ્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે 'સ્કાય'(સૂર્યકુમાર યાદવ) દ્વારા વર્ષ 2022માં પણ ધમાકેદાર પર્ફોર્મન્સ કરીને આ એવોર્ડ પોતાના નામે કરી લીધો હતો. વર્ષ 2023માં ફરીથી ધમાકેદાર પર્ફોર્મન્સ કરીને યાદવે આ એવોર્ડ પોતાના નામે કરી લીધો છે. સૂર્યકુમાર ટી-20 ફોર્મેટમાં સક્ષમ મીડલ ઓર્ડર ગણાય છે.

  1. રવિ બિશ્નોઈ બન્યો વર્લ્ડ નંબર 1 T20 બોલર, સૂર્યકુમાર યાદવ પણ ટોપ પર
  2. સૂર્યકુમાર યાદવે ચાહકો અને PM મોદીનો આભાર માન્યો, કહ્યું- T-20 વર્લ્ડ કપ જીતીશું

ABOUT THE AUTHOR

...view details