અમદાવાદ:આજે એટલે કે, 23 જાન્યુઆરીના રોજ શરૂ થયેલી ઉત્તરાખંડ અને ગુજરાત વચ્ચેની મેચમાં સિદ્ધાર્થ દેસાઈએ ઘાતક બોલિંગ કરી હતી. તેણે એકલા હાથે 9 બેટ્સમેનોની વિકેટ લીધી, જેમાં ઓપનરનો પણ સમાવેશ થાય છે. અમદાવાદમાં રમાઈ રહેલી આ મેચમાં તેણે 15 ઓવરમાં માત્ર 36 રન આપીને 9 વિકેટ ઝડપી હતી.
ભારતની સ્થાનિક ફર્સ્ટ-ક્લાસ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી દેશની યુવા પ્રતિભાને આગળ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. છઠ્ઠા રાઉન્ડમાં પણ આ જ વસ્તુ જોવા મળી. ઉત્તરાખંડ સામેની મેચમાં ગુજરાતના ડાબા હાથના યુવા સ્પિનર સિદ્ધાર્થ દેસાઈએ એક જ ઇનિંગમાં 9 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું અને દુનિયાને પોતાની પ્રતિભા બતાવી. એટલું જ નહીં, તેણે એક મોટો રેકોર્ડ પણ તોડ્યો છે.
- ગુજરાત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં સિદ્ધાર્થ હવે એક જ ઇનિંગમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.
65 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો:
ગુરુવાર, 23 જાન્યુઆરીના રોજ શરૂ થયેલી ઉત્તરાખંડ અને ગુજરાત વચ્ચેની મેચમાં સિદ્ધાર્થ દેસાઈએ ઘાતક બોલિંગ કરી હતી. તેણે એકલા હાથે 9 બેટ્સમેનોની વિકેટ લીધી, જેમાં ઓપનરનો પણ સમાવેશ થાય છે. અમદાવાદમાં રમાઈ રહેલી આ મેચમાં તેણે ૧૫ ઓવરમાં માત્ર ૩૬ રન આપીને ૯ વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે 65 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.
વર્ષ 1960 - 61 ની રણજી ટ્રોફી સીઝનમાં ગુજરાતના જસુભા મોતીભાઈ પટેલે સૌરાષ્ટ્ર સામેની એક ઇનિંગમાં 21 રન આપીને 8 વિકેટ લીધી હતી. 2012ની સીઝનમાં, તેણે 31 રન આપીને 8 વિકેટ લઈને પોતાના રેકોર્ડની બરાબરી કરી. હવે, સિદ્ધાર્થ ગુજરાત માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક ઇનિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બોલર બની ગયો છે, તેણે બંને કરતા એક વિકેટ વધુ લીધી છે.
સિદ્ધાર્થ દેસાઈ (screen shot from social media) ઉત્તરાખંડની ટીમ 111 રનમાં જ ઓલ-આઉટ:
ટોસ જીત્યા બાદ ઉત્તરાખંડની ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ અમદાવાદની ટર્નિંગ પિચ પર તેના બેટ્સમેન પાસે કોઈ જવાબ નહોતો. ગુજરાતના કેપ્ટન ચિંતન ગજાએ શરૂઆતથી જ ડાબા હાથના સ્પિનર સિદ્ધાર્થ દેસાઈને આક્રમણમાં સામેલ કર્યો. આનો તેમને ફાયદો થયો. સિદ્ધાર્થે ઉત્તરાખંડને પહેલો ઝટકો 5મી ઓવરમાં ફક્ત 15 રનના સ્કોર પર આપ્યો. બીજા જ બોલ પર તેણે બીજા બેટ્સમેનને આઉટ કર્યો. પછી તેણે છેલ્લા બોલ પર બીજી વિકેટ લીધી.
એટલે કે, એક જ ઓવરમાં 3 વિકેટ લઈને સિદ્ધાર્થે ઉત્તરાખંડને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધું. આ પછી કોઈ મોટી ભાગીદારી વિકસી શકી નહીં. સિદ્ધાર્થે એક છેડેથી શિકાર ચાલુ રાખ્યો અને 110 રનના સ્કોર સુધી 9 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા. પરંતુ તે છેલ્લી વિકેટ ચૂકી ગયો, જે વિશાલ જયસ્વાલે લીધી હતી. આ રીતે ઉત્તરાખંડની આખી ટીમ 111 રનમાં જ ઢળી પડી.
આ પણ વાંચો:
- રોહિત 3, યશસ્વી 5, ગિલ 4...ભારતીય ટીમના ટોપ 3 ખેલાડી રણજીમાં 'ફ્લોપ'
- ભારતીય ટીમમાંથી બહાર રહેલા ક્રિકેટર કૃણાલ પંડ્યાએ સાંઈ બાબાના ચરણે શીશ નમાવ્યું