નવી દિલ્હી:ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ તેમના અને તેમની પત્ની રિવાબા જાડેજા વિશે એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેણે પોતાના પરિવારના સંબંધોમાં ખટાશની વાત કરતાં જાડેજાની પત્ની પર ગંભીર આક્ષેપો કર્યા હતા. હવે જાડેજાએ પણ આ અંગે પોતાનો પક્ષ રાખ્યો છે. તેણે પિતાની વાતનું ખંડન કરતાં મોટી વાત કહી છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને જાડેજાએ તેના પિતાને કહ્યું છે કે વસ્તુઓ એકતરફી છે.
રવીન્દ્ર જાડેજાએ પોસ્ટ કરીને લખ્યું કે, 'અમારા વિશે જે ઈન્ટરવ્યુ પ્રકાશિત થયો છે. તે એકદમ વાહિયાત છે, તેમાં કહેવામાં આવેલી દરેક વસ્તુ અર્થહીન અને ખોટી છે. તેમાં જે કહેવામાં આવ્યું છે તે દરેલ વાતનું ખંડન કરું છું. આનાથી મારી પત્નીની છબી ખરડાઈ છે. આ બધું ખરેખર નિંદનીય છે. હું પણ આ આખા મામલામાં ઘણું કહેવા માંગુ છું પરંતુ આ બધું જાહેરમાં ન કહું તો સારું રહેશે.
શું છે સમગ્ર મામલો?
રવિન્દ્ર જાડેજાને ટાંકીને કરવામાં આવેલી પોસ્ટના આધારે તેના પિતાએ તેની પત્ની પર લગ્નના થોડા મહિનાઓ બાદ જ પુત્રી સાથેના સંબંધોનો અંત લાવવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ દરમિયાન જાડેજાના પિતાએ પણ પુત્રના ક્રિકેટર બનવા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. જાડેજાના પિતાએ રિવાબાને તેમની આ દયનીય સ્થિતિ માટે સંપૂર્ણપણે જવાબદાર ઠેરવ્યા છે. હવે જાડેજા આ મામલે ખુલીને બોલ્યા નથી પરંતુ તેણે કહ્યું છે કે જો તે બોલશે તો તેના અને તેના પરિવાર વચ્ચેના ઘણા રહસ્યો સામે આવી શકે છે. તમને જણાવી દઈએ કે જાડેજાની પત્ની ગુજરાતના જામનગરની ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે.
- IPL 2024: આઈપીએલની 17મી સીઝનના પ્રમોશન માટે ઈરફાન હૈદરાબાદનો મહેમાન બન્યો, ઈટીવી ભારતને આપ્યો એક્સકલુઝિવ ઈન્ટરવ્યૂ
- Pocso Case against Hockey Player: હિમાચલ સરકારે જે ખેલાડીને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપ્યું હતું તેના પર સગીર પર બળાત્કારનો આરોપ