રાજકોટ: ભારતીય ક્રિકેટ ટીમમાં પદાર્પણ કરનાર અભિષેક શર્માએ તેનું ખોવાયેલું ફોર્મ પાછું મેળવ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો કે દક્ષિણ આફ્રિકા સામેની તાજેતરની શ્રેણીમાં તેનું બેટ વધુ ચાલ્યું ન હતું, પરંતુ તે તેની વિસ્ફોટક શૈલીમાં પાછો ફર્યો છે. અભિષેક શર્માએ શાનદાર સદી ફટકારી છે. આ સાથે ભારતીય ટીમના સ્ટાર ખેલાડી ઋષભ પંતનો રેકોર્ડ થોડા દિવસોમાં બીજી વખત તૂટી ગયો છે. જોકો આ રેકોર્ડ પર ગુજરાતનો ઉર્વિલ પટેલ અડીખમ ઊભો છે. કેમ કે સૌ પ્રથમ આ રેકોર્ડ પર તેનું નામ લખ્યું છે.
અભિષેક શર્માની 28 બોલમાં સદી:
અભિષેક શર્મા હાલમાં સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં પંજાબ તરફથી રમી રહ્યો છે. મેઘાલય સામે રમતા અભિષેક શર્માએ માત્ર 28 બોલમાં સદી ફટકારી હતી. થોડા દિવસો પહેલા ગુજરાત તરફથી રમતા ઉર્વિલ પટેલે 28 બોલમાં સદી ફટકારીને ઋષભ પંતનો રેકોર્ડ તોડ્યો હતો. ઋષભ પંતનો 32 બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ હવે થોડા દિવસોમાં બે વાર તૂટી ગયો છે. અભિષેક શર્મા અને ઉર્વિલ પટેલ બરાબરી પર છે. આ બંનેએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં માત્ર 28 બોલમાં સદી ફટકારી છે.
અભિષેકે શાનદાર સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી:
દરમિયાન, જો આપણે સ્ટ્રાઈક રેટ પર નજર કરીએ તો, અભિષેક શર્મા સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. જ્યારે તેણે સદી પૂરી કરી ત્યારે તેનો સ્ટ્રાઈક રેટ 365.52 હતો. T-20માં સૌથી ઝડપી સદી ફટકારનાર સાહિલ ચૌહાણે આ વર્ષે સાયપ્રસ સામે સદી ફટકારી ત્યારે તેનો સ્ટ્રાઈક રેટ 351.21 હતો.
જ્યારે ઉર્વિલ પટેલે ત્રિપુરા સામે વિસ્ફોટક સદી ફટકારી ત્યારે તેનો સ્ટ્રાઈક રેટ 322.85 હતો. બીજા શબ્દોમાં કહીએ તો, સ્ટ્રાઈક રેટના સંદર્ભમાં, તે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન છે, પરંતુ આવા રેકોર્ડની ગણતરી બહુ થતી નથી. આમાં જોવામાં આવે છે કે સદી પૂરી કરતી વખતે બેટ્સમેને કેટલા બોલનો સામનો કર્યો છે.
પંજાબે 10મી ઓવરમાં મેચ જીતી:
મેચ દરમિયાન અભિષેક શર્માએ 29 બોલમાં 106 રન બનાવ્યા હતા. તેણે આ ઇનિંગમાં 11 સિક્સ અને 8 ફોર ફટકારી છે. મેચના અંતે તેનો સ્ટ્રાઈક રેટ 365થી વધુ હતો. પ્રથમ બેટિંગ કરતા મેઘાલયની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 142 રન બનાવ્યા હતા. અભિષેક શર્માની વિસ્ફોટક સદીની મદદથી પંજાબે માત્ર 9.3 ઓવરમાં સ્કોર હાંસલ કરી લીધો હતો. અભિષેક સિવાય કોઈ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહોતો.
આ પણ વાંચો:
- 'રમશે ગુજરાત, જીતશે ગુજરાત…' ખેલ મહાકુંભ 3.0નું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, આ રીતે ભરી શકો ઓનલાઈન ફોર્મ
- 20 ઓવર, 37 સિક્સ, 349 રન… બરોડાની ટીમે એક નવી 'રેકોર્ડ બુક' લખી, આ પહેલા T20 ક્રિકેટમાં ક્યારેય આવું બન્યું નથી