નવી દિલ્હી:પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારતે પોતાનો બીજો મેડલ જીત્યો છે. ભારતની સ્ટાર શૂટર જોડી મનુ ભાકર અને સરબજોત સિંહે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. આ અવસર પર દેશના ઘણા લોકો તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે.
મનુ ભાકર-સરબજોતને પીએમ મોદી સહિતના દિગ્ગજોએ આવી રીતે આપ્યા અભિનંદન - Paris Olympics 2024
પેરિસ ઓલિમ્પિકમાં ભારતને બીજો મેડલ મળ્યો છે. મનુ-ભાકર અને સરબજોત સિંહની જોડીએ 10 મીટર એર રાઈફલ ડબલ્સ મિક્સ્ડ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ પછી પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે.
Published : Jul 30, 2024, 2:46 PM IST
પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા:અભિનંદન આપતા પીએમ મોદીએ લખ્યું, મનુ ભાકર અને સરબજોત સિંહને ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. બંનેએ શાનદાર કૌશલ્ય અને ટીમ વર્ક બતાવ્યું છે. ભારત અવિશ્વસનીય રીતે ખુશ છે. મનુ માટે, આ તેનો સતત બીજો ઓલિમ્પિક મેડલ છે, જે તેની સતત શ્રેષ્ઠતા અને સમર્પણ દર્શાવે છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ગર્વની ક્ષણ: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું મનુ ભાકરે ઇતિહાસ રચ્યો છે, તે જ ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા શૂટર બની છે. તેણે અમને ખૂબ ગૌરવ અપાવ્યું છે. હું તેમને અને સરબજોત સિંહને ભવિષ્યમાં ઘણી વધુ સિદ્ધિઓની શુભેચ્છા પાઠવું છું.