નવી દિલ્હી:Atlysના CEO મોહક નાહટાએ લિન્કડીન પર એક પોસ્ટ શેર કરી છે, જેનાથી લોકો ખૂબ જ ખુશ છે. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, "જો નીરજ ચોપરા 2024 પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતશે તો તે તેના યુઝર્સને એક દિવસ માટે ફ્રી વિઝા આપશે."
તેમની અગાઉની પોસ્ટમાં લખ્યું હતું કે, જો નીરજ ચોપરા ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતશે તો હું વ્યક્તિગત રીતે દરેકને ફ્રી વિઝા મોકલીશ. 'આવો ભારત..'થોડા કલાકો પહેલા તેમની ટિપ્પણીઓને સ્પષ્ટ કરવા માટે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સહરો લીધો હતો.
તેમણે લખ્યું હતું કે "30 જુલાઈના રોજ મેં વચન આપ્યું હતું કે, જો નીરજ ચોપરા ગોલ્ડ જીતશે તો બધાને ફ્રી વિઝા આપીશ.
તમારામાંથી ઘણા લોકોએ વિગતો માંગી હોવાથી, નીરજ ચોપરા 8 ઓગસ્ટે મેડલ માટે સ્પર્ધા કરશે અને જો તે ગોલ્ડ જીતશે તો અમે બધા યુઝર્સને આખા દિવસ માટે ફ્રી વિઝા આપીશું. મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, વિઝા માટે લોકોએ શૂન્ય પૈસા ખર્ચવા પડશે અને તે તમામ દેશોને આવરી લેશે. આ ઓફરનો લાભ લેવા માટે વધુમાં તેમણે પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, "આ ઓફરનો લાભ લેવા માટે તમે શું કરશો? નીચે કમેન્ટ બોક્સમાં તમારું ઈમેલ લખો અને અમે તમારા માટે ફ્રી વીઝા ક્રેડિટ સાથે એક એકાઉન્ટ બનાવીશું".
1,100 થી વધુ પ્રતિક્રિયાઓ સાથે, લોકોને વિવિધ કમેન્ટ પોસ્ટ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કેટલાક લોકોએ CEO માટે કેટલાક સૂચનો પણ આપ્યા હતા.
Atlys (એટલીસ)વિશે જાણો:આ કંપનીની સ્થાપના 2020 માં સાન ફ્રાન્સિસ્કો, યુનાઇટેડ સ્ટેટ્સમાં કરવામાં આવી હતી. યુએસએ સિવાય, તેની ભારતમાં બે ઓફિસો છે - મુંબઈ અને ગુરુગ્રામમાં. કંપની યુઝરને વિઝા માટે અરજી કરવામાં મદદ કરે છે.
- જાણો ઓલિમ્પિકમાં આજે 7માં દિવસે ભારતનું શેડ્યૂલ, મનુ ભાકર અને હોકી ટીમ પર સૌની નજર... - PARIS OLYMPICS 2024