ગુજરાત

gujarat

ETV Bharat / sports

જાણો, અરશદ નદીમને ગોલ્ડ અને નીરજ ચોપરાને સિલ્વર જીતવા બદલ કેટલી ઈનામી રકમ મળી? - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

પાકિસ્તાનના અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિક 2024ની ભાલા ફેંકની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે ભારતના નીરજ ચોપરાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. મેડલ જીત્યા પછી બંને ખેલાડીઓને કેટલી ઈનામી રકમ મળી? વાંચો આ અહેવાલમાં…

અરશદ નદીમ અને નીરજ ચોપરા
અરશદ નદીમ અને નીરજ ચોપરા ((AP Photos))

By ETV Bharat Sports Team

Published : Aug 9, 2024, 1:07 PM IST

પેરિસ (ફ્રાન્સ): ભારતના ગોલ્ડન બોયને પેરિસ ઓલિમ્પિક 2024માં ભાલા ફેંકની ફાઇનલમાં સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. જોકે, 26 વર્ષીય ભારતીય એથ્લેટે સતત બીજી ઓલિમ્પિકમાં મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ટ્રેક અને ફિલ્ડમાં બે વ્યક્તિગત મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. આ ઈવેન્ટમાં પાકિસ્તાનના ભાલા ફેંકનાર ખેલાડી અરશદ નદીમે બધાને ચોંકાવી દીધા અને ઓલિમ્પિક રેકોર્ડ તોડ્યો. નદીમે 94.97 મીટર ભાલો ફેંકીને નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. નદીમે 32 વર્ષ બાદ પાકિસ્તાનને ઓલિમ્પિક મેડલ અપાવ્યો છે.

ગોલ્ડ મેડલિસ્ટ અરશદ નદીમને કેટલી ઈનામી રકમ મળી?

ટોક્યો ઓલિમ્પિક્સ સુધી, કોઈ વિજેતાને ઈનામની રકમ આપવામાં આવી ન હતી, પરંતુ પેરિસ ઓલિમ્પિક્સ 2024 થી, વર્લ્ડ એથ્લેટિક્સને ઈનામની રકમ આપવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના ભાલા ફેંકનાર નદીમને ગોલ્ડ મેડલ જીતવા બદલ 50 હજાર ડોલરની ઈનામી રકમ આપવામાં આવી હતી. પાકિસ્તાની રૂપિયામાં આ રકમ અંદાજે 1 કરોડ 40 લાખ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે, આ ઈનામી રકમ કોઈપણ એથ્લેટિક્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા માટે આપવામાં આવે છે. એથ્લેટિક્સ સિવાય પેરિસ ઓલિમ્પિકમાં અન્ય કોઈ ઈવેન્ટમાં વિજેતાઓને ઈનામની રકમ આપવામાં આવી નથી.

સિલ્વર મેડલ જીતવા બદલ નીરજ ચોપરાને શું મળ્યું?

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાને પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીતવા બદલ વર્લ્ડ એથ્લેટિક્સ તરફથી કોઈ ઈનામની રકમ મળી નથી, કારણ કે આ ઓલિમ્પિકમાં વર્લ્ડ એથ્લેટિક્સે માત્ર ગોલ્ડ મેડલ વિજેતાઓ માટે ઈનામની રકમ જાહેર કરી છે. જોકે, વર્લ્ડ એથ્લેટિક્સ 2028માં લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિકમાંથી સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને ઈનામી રકમ પણ આપશે.

  1. કોણ છે હરીશ સાલ્વે? જે પેરિસમાં લડશે વિનેશ ફોગાટનો મહત્વપૂર્ણ કેસ… - Lawyer Harish Salve
  2. ગોલ્ડ તો ન મળ્યો, પણ રચ્યો એક અનોખો ઈતિહાસ, નિરજે પોતાના નામે કર્યા આ 4 મોટા રેકોર્ડ… - Paris Olympics 2024

ABOUT THE AUTHOR

...view details