મુલતાન: ઈંગ્લેન્ડે શુક્રવારે એટલે કે આજે મુલતાનમાં યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમને એક દાવ અને 47 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ટીમ પ્રથમ દાવમાં 500થી વધુ રન બનાવ્યા હોવા છતાં એક ઈનિંગ્સથી હારી હોય. પાકિસ્તાને પ્રથમ દાવમાં 556 રન બનાવ્યા હતા, પરંતુ બીજી ઈનિંગમાં માત્ર 220 રન જ બનાવી શકી હતી. બીજી તરફ ઈંગ્લેન્ડે તેનો પ્રથમ દાવ 7 વિકેટના નુકસાને 823 રન પર ડિકલેર કર્યો હતો. બે ઇનિંગ્સમાં બેટિંગ કરવા છતાં પાકિસ્તાનની ટીમ આ સ્કોર સુધી પહોંચી શકી ન હતી અને શ્રેણીમાં 1-0થી પાછળ રહી ગઈ હતી. આ હાર સાથે પાકિસ્તાન ક્રિકેટના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં કોઈ ટીમને આવી હારનો સામનો કરવો પડ્યો નથી.
પાકિસ્તાન ક્રિકેટ માટે સૌથી શરમજનક દિવસઃ .
પાકિસ્તાનની ટીમે આ મેચની પ્રથમ ઇનિંગમાં 556 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં તેણે મેચની શરૂઆત ખૂબ જ શાનદાર રીતે કરી હતી. મેચના પહેલા સાડા ત્રણ દિવસ સુધી મેચ ડ્રો તરફ આગળ વધી રહી હતી, પરંતુ ચોથા દિવસના છેલ્લા સત્રથી મેચે એવો વળાંક લીધો કે પાકિસ્તાનને એક ઇનિંગ્સ અને 47 રનથી હાર સ્વીકારવી પડી. તમને જણાવી દઈએ કે, ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ ટીમ પહેલી ઈનિંગમાં 500થી વધુ રન બનાવવા છતાં કોઈ ટેસ્ટ મેચ ઈનિંગથી હારી ગઈ હોય.