ગુજરાત

gujarat

ETV Bharat / sports

'નામ છોટે કામ બડે'... માત્ર 18 વર્ષની ઉંમરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રચ્યો ઇતિહાસ

ઉત્તરાખંડની 18 વર્ષની યુવા બેટર નીલમ ભારદ્વાજ લિસ્ટ A મેચમાં બેવડી સદી ફટકારનારી સૌથી યુવા મહિલા ખેલાડી બની છે. જાણો આ રેકોર્ડ વિશે...

18 વર્ષની નીલમ ભારદ્વાજ
18 વર્ષની નીલમ ભારદ્વાજ ((Neelam Bhardwaj Instagram handle))

By ETV Bharat Sports Team

Published : 6 hours ago

અમદાવાદઃ ઉત્તરાખંડની 18 વર્ષની નીલમ ભારદ્વાજ લિસ્ટ A ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારી સૌથી યુવા મહિલા ખેલાડી બની છે. નિલમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સિનિયર વિમેન્સ ટ્રોફીમાં નાગાલેન્ડ સામે માત્ર 137 બોલમાં અણનમ 202 રન બનાવી 259 રનથી જીત મેળવવામાં મદદ કરી હતી.

નીલમ ભારદ્વાજની ધમાકેદાર

નીલમની સનસનાટીપૂર્ણ ઇનિંગ્સમાં 27 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે, જેનાથી ઉત્તરાખંડને 50 ઓવરમાં 371/2 રન બનાવવામાં મદદ મળી હતી. ક્રિઝ પર રહેવાની અને ઝડપથી રન બનાવવાની તેની ક્ષમતાએ તેને ક્રિકેટરોની એક વિશિષ્ટ શ્રેણીમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

નાગાલેન્ડ 112 રન પર ઓલઆઉટ:

મોટા સ્કોરનો પીછો કરવા ઊતરેલ નાગાલેન્ડ ટીમ ઉત્તરાખંડના બોલરોના દબાણમાં પડી ભાંગી હતી. ટીમ 112ના કુલ સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની અનુભવી બોલર અને ઉત્તરાખંડની કેપ્ટન એકતા બિષ્ટે 1.40ની ઈકોનોમીમાં પાંચ વિકેટ લીધી હતી. નીલમની સિદ્ધિ ભારતીય ક્રિકેટમાં મહત્વની છે. આ વર્ષની શરૂઆતમાં શ્વેતા સેહરાવત લિસ્ટ A મેચમાં 150 બોલમાં 242 રન બનાવીને બેવડી સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.

બેવડી સદી ફટકારનારી ભારતીય મહિલાઓની યાદીમાં સ્મૃતિ મંધાના અને ક્રિકેટ લિજેન્ડ મિતાલી રાજનો સમાવેશ થાય છે. મંધાનાએ 2013-14માં મહારાષ્ટ્ર અંડર-19માં ગુજરાત અંડર-19 વિરુદ્ધ 224 રનની ઇનિંગ રમી હતી. રાજની ઐતિહાસિક ઇનિંગ્સ 2002માં ઇંગ્લેન્ડ સામે આવી હતી, જ્યારે તેણે ક્રિઝ પર 214 રન બનાવ્યા હતા.

  • ઉત્તરાખંડની આગામી મેચ ગુરુવારે કેરળ સામે થશે. ટીમે ટુર્નામેન્ટમાં રમાયેલી ચારમાંથી ત્રણ મેચ જીતી છે અને ગ્રુપ બીમાં ચોથા સ્થાને છે.

આ પણ વાંચો:

  1. તાપીના આ યુવકે રાઇફલ શૂટિંગની વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું
  2. પોલીસ સાથે મેચ રમવા આવેલા ખેલાડીએ પાકિસ્તાનને હરાવ્યું, બન્યો 'મેન ઓફ ધ મેચ'

ABOUT THE AUTHOR

...view details