હૈદરાબાદ: ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં આજે ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ શરૂ થઈ ગયો છે. આ મેચ ડે - નાઈટ મેચ છે જે પિંક બોલ વડે રમાઈ રહી છે. એવામાં આજે ભારતના આ 3 સ્ટાર ખેલાડીઓ જે આજે પણ ભારતીય ટીમમાં મહત્વનું સ્થાન ધરાવે છે તેઓ એકસાથે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
આજે એટલે કે 6 ડિસેમ્બરના રોજ ગુજરાતનું ગૌરવપૂર્ણ એવા રવીન્દ્ર જાડેજા, સ્ટાર ફાસ્ટર બોલર જસપ્રિત બુમરાહ અને શ્રેયસ અય્યર આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખેલાડીઓ દ્વારા બનાવવામાં આવેલી કેટલીક સોનેરી ક્ષણોને ફરીથી જીવંત કરવાનો દિવસ છે, જેમણે પહેલાથી જ તમામ ફોર્મેટમાં ભારતીય ટીમમાં કાયમી સ્થાન મેળવ્યું છે. આ ત્રણેય રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમનો મહત્વનો ભાગ હતો.
ભારતીય ટીમનો મુખ્ય બોલર જસપ્રિત બુમરાહ:
ટીમ ઈન્ડિયાનો ઘાતક ઝડપી બોલર જસપ્રિત બુમરાહ આજે 31 વર્ષનો થઈ ગયો છે. તેણે જાન્યુઆરી 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધીમાં, બુમરાહે કુલ 30 ટેસ્ટ-128 વિકેટ, 89 ODI-149 વિકેટ અને 62 T20-74 વિકેટ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટની એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તેના નામે છે. બુમરાહે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 35 રન બનાવીને બધાને ચોંકાવી દીધા હતા. મૂળ ગુજરાતના આ ખેલાડીએ ભલભલા બેટ્સમેનના પરસેવા છોડી દીધા છે.