લંડનઃમેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) એ આવતા વર્ષે ભારત વિરુદ્ધ લોર્ડ્સ ટેસ્ટના પ્રથમ ત્રણ દિવસ માટે ન્યૂનતમ ટિકિટની કિંમત 90 યુરો (આશરે રૂ. 8400) નક્કી કરી છે, જેની ઘણી ટીકા થઈ રહી છે. જ્યારે મુખ્ય સ્ટેન્ડ માટે ટિકિટની કિંમત 120 યુરોથી 175 યુરો (રૂ. 11,200 થી રૂ. 16,330) છે.
ટીકાકારોનું કહેવું છે કે, આ વર્ષે શ્રીલંકા સામેની લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન પણ કેટલાક મોટા સ્ટેન્ડની ટિકિટની કિંમત 115 યુરોથી 140 યુરો (રૂ. 10,730 થી રૂ. 13,065) નક્કી કરવામાં આવી હતી, જેના કારણે ઘણા સ્ટેન્ડ ખાલી હતા. ચોથા દિવસની રમત જોવા માટે માત્ર 9000 ટિકિટો વેચાઈ હતી, જે સ્ટેડિયમની ક્ષમતાના એક તૃતીયાંશ કરતાં પણ ઓછી હતી.
જો કેટીકા બાદ MCCએ ચા પછીની ટિકિટના ભાવ ઘટાડીને 15 યુરો (રૂ. 1400) અને 5 યુરો (રૂ. 470) (અંડર-16 માટે) કરવા પડ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. મેચ બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન ઓલી પોપે કહ્યું હતું કે, 'ટેસ્ટ મેચ માટે તે સારો દિવસ હતો, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ હતું કે સ્ટેડિયમ ભરાયેલું ન હતું.
એમસીસીના ચીફ એક્ઝિક્યુટિવ અને સેક્રેટરી જી લવંડરે કહ્યું કે અમે ચોથા દિવસે ટિકિટની કિંમત નીતિનું પુનઃમૂલ્યાંકન કરીશું. ભારત સામેની મેચના ચોથા દિવસ માટે 90 યુરો (રૂ. 8400) થી લઇને 150 યુરો (રૂ. 14000) સુધીની ટિકિટોની જોગવાઇ હશે. એમસીસીની દલીલ છે કે અંગ્રેજી ટેસ્ટ કેલેન્ડરમાં ઓસ્ટ્રેલિયા પછી ભારત બીજી સૌથી મોટી મુલાકાતી ટીમ છે.
આ કારણે ટિકિટના ભાવ ઊંચા રહી શકે છે. લોર્ડ્સમાં યોજાનારી WTC ફાઇનલ 2025 માટે ટિકિટની કિંમત પણ 70 યુરો (રૂ. 6530) થી 130 યુરો (રૂ. 12130) નક્કી કરવામાં આવી છે. તે જ સમયે, 2025 માં યોજાનારી ઇંગ્લેન્ડ અને ભારતની મહિલા ટીમ વચ્ચેની ODI મેચની ટિકિટ પણ 25 યુરો (રૂ. 2330) થી 45 યુરો (રૂ. 4200) નક્કી કરવામાં આવી છે, જે મેચ ફક્ત લોર્ડ્સમાં જ રમાશે.
આ પણ વાંચો:
- કાનપુર આવતી વખતે ફ્લાઇટમાં રવિચંદ્રન અશ્વિનની મશ્કરી કરતાં ભારતીય ખેલાડીઓ, જુઓ વીડિયો - IND vs BAN 2nd TEST
- જામનગરના ધ્રોલની અંડર 17 હોકી ટીમે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી જીત્યો ગોલ્ડ મેડલ… - Jawaharlal Nehru Under 17 Hockey