ગુજરાત

gujarat

ETV Bharat / sports

વર્ષ 2024માં ગુજરાતી ખેલાડીએ રચ્યો કીર્તિમાન… આ વર્ષની ગુજરાતને લગતી અવિસ્મરણીય ખેલ - જગતની યાદો પર એક નજર - SPORTS YEARENDER 2024

વર્ષ 2024માં રમતગમત ક્ષેત્રે ગુજરાતમાં ઘણી ઉથલપાથલ થઈ છે. ઘણા ખેલાડીઓ આ ક્ષેત્રમાં આગળ આવી ગુજારાતનું નામ રોશન કર્યું છે. જાણો આ વર્ષની એક ઝલક

યર એન્ડર 2024
યર એન્ડર 2024 (Etv Bharat)

By ETV Bharat Sports Team

Published : Dec 26, 2024, 5:37 PM IST

Updated : 10 hours ago

હૈદરાબાદ:વર્ષ 2024 ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખાસ રહ્યું છે. 17 વર્ષ બાદ ભારતે ટી20 વર્લ્ડ કપ પોતાને નામ કર્યો હતો, જેની સમગ્ર દેશે ભવ્ય ઉજવણી કરી હતી. પરંતુ ગુજરાત માટે આ વર્ષ ખૂબ જ ખાસ રહ્યું છે, કારણ કે ક્રિકેટથી લઈને ઓલિમ્પિકમાં ગુજરાતના ખેલાડીઓએ ડંકો વગાડ્યો છે. જાણો 2024માં ગુજરાતમાં ખેલ - જગતને લઈ કઈ કઈ ઘટનો ઘટી છે.

ક્રિકેટ :

  • દુનિયાનો નંબર 1 બોલર ગુજ્જુ બોય 'જસપ્રિત બુમરાહ'

અમદાવાદનો ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહ માટે વર્ષ 2024 શાનદાર રહ્યું છે. હાલ બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાલી રહી છે. બુમરાહ 200 ટેસ્ટ વિકેટથી માત્ર છ વિકેટ દૂર છે, આવું કરનાર બુમરાહ 12મો ભારતીય બોલર બનશે. બુમરાહે હાલમાં 43 ટેસ્ટ મેચોમાં 19.61 ની એવરેજથી 197 વિકેટ ઝડપી છે, જેમાં તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 6/27 છે અને તેણે 12 પાંચ વિકેટ ઝડપી છે. એક મેચમાં 86 રન આપી 9 વિકેટ લીધી છે.

જસપ્રિત બુમરાહ (AP)

ત્રણ મેચમાં 10.90 ની એવરેજથી 21 વિકેટ ઝડપી છે, જેમાં બે પાંચ વિકેટ ઝડપી છે અને તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 6/76 છે, બુમરાહ અત્યાર સુધી શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને તે અવિશ્વસનીય રીતે સારું પ્રદર્શન કરી રહ્યો છે.

ત્રણ મેચમાં 10.90 ની એવરેજથી 21 વિકેટ ઝડપી છે, જેમાં બે પાંચ વિકેટ ઝડપી છે અને તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 6/76 છે, બુમરાહ અત્યાર સુધી શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને તે અવિશ્વસનીય રીતે સારું પ્રદર્શન કરી રહ્યો છે.તેણે ઓસ્ટ્રેલિયા સામેની 10 ટેસ્ટ મેચોમાં 17.15ની એવરેજથી 53 વિકેટ લીધી છે, જેમાં ત્રણ પાંચ વિકેટ અને 6/33નું ટોચનું પ્રદર્શન સામેલ છે.

  • 2024માં સર રવીન્દ્ર જાડેજાએ બનાવ્યા અનોખા રેકોર્ડ:

સૌરાષ્ટ્રના 'બાપુ' તરીકે ઓળખાતા રવીન્દ્ર જાડેજા હાલ ભારતીય ટીમના અનુભવી ઓલરાઉન્ડરમાંના એક એક છે. બોલીગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેયમાં જાડેજા માસ્ટર છે.

જાડેજા 600 આંતરરાષ્ટ્રીય વિકેટોથી માત્ર 6 વિકેટ દૂર છે અને આવું કરનાર પાંચમો ભારતીય બોલર બની ગયો છે. તેણે 349 આંતરરાષ્ટ્રીય મેચોમાં 29.04 ની સરેરાશથી 593 વિકેટ લીધી છે, 17 પાંચ વિકેટ ઝડપી છે અને તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 7/42 છે. મેચમાં 110 રન આપી 10 વિકેટ લીધી છે.

રવીન્દ્ર જાડેજા (ETV Bharat Gujarat)

2024માં વર્લ્ડ કપ હોય, આઇપીએલ હોય કે ટેસ્ટ મેચ જાડેજાએ ટીમને જીત સુધી પહોંચાડવામાં મુખ ભાગ ભજવ્યો છે. રવિન્દ્ર જાડેજા મેલબોર્નમાં ગુરુવારથી શરૂ થઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં માઈલસ્ટોન માટે પોતાની શોધ ચાલુ રાખશે. બોલર 200 ટેસ્ટ વિકેટ લેવાનું લક્ષ્ય ધરાવે છે, જ્યારે અનુભવી ઓલરાઉન્ડર પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટના આંકની નજીક પહોંચી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા સામે તેનો રેકોર્ડ મજબૂત છે, જોકે તેણે આ સિરીઝમાં કોઈ વિકેટ લીધી નથી. તેણે તેમની સામે 18 ટેસ્ટ મેચોમાં 20.35ની એવરેજથી 89 વિકેટ લીધી છે, જેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 7/42 છે. તેણે 10 વિકેટ અને પાંચ વખત પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે.

રવીન્દ્ર જાડેજા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રીવાબા (ANI)
  • જાડેજાની રાજકારણમાં એન્ટ્રી:

ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ ટી20 માંથી આ વર્ષે કોહલી, રોહિતની સાથે સાથે જાડેજાએ પણ નિવૃત્તિ લઈ લીસહી છે. બીજી બાજુ જાડેજાએ આ વર્ષે રાજકારણમાં એન્ટ્રી મારી છે. જાડેજાના પત્ની રિવાબા ભાજપના વિધાનસભ્ય છે, જેમણે પતિ રવીન્દ્ર વિશેના આ સમાચાર સોશિયલ મીડિયા પરના પોતાના હૅન્ડલ પર શૅર કર્યા હતા તેમ જ થોડા સમય પહેલાં આ દંપતીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જે તસવીર પડાવી હતી એ તસવીર પણ રિવાબાએ મીડિયામાં શૅર કરી હતી.

ઉર્વિલ પટેલ (ETV Bharat Gujarat)

ઉર્વિલ પટેલની 2024માં યાદગાર ઈનિંગ્સ:

આપણાં ગુજરાતના 26 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન ઉર્વિલ પટેલે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં એક અઠવાડિયામાં બીજો ધમાકો કર્યો છે. તેણે T20માં વધુ એક આક્રમક સદી ફટકારી છે. જો કે, આ સદીની ગતિ પાછલી સદી કરતા થોડી ધીમી હોઈ શકે છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે તેની ગણતરી ટી-20માં સૌથી ઝડપી ભારતીય સદીઓમાં નહીં થાય. ભારતીય બેટ્સમેનોએ ફટકારેલી ટી20 સદીની યાદીમાં તે ચોથા સ્થાને છે. નવાઈની વાત એ છે કે, આ લિસ્ટનો રાજા ઉર્વિલ પણ છે. આ વખતે ઉત્તરાખંડ સામે રમાયેલી મેચમાં ઉર્વીલ પટેલે બીજી સદી ફટકારી હતી.

36 બોલમાં તોફાની સદી:

એક અઠવાડિયાની અંદર, ઉર્વિલ પટેલે માત્ર 36 બોલમાં તેની કારકિર્દીની બીજી આક્રમક ટી20 સદી ફટકારી.આ સાથે તેણે યુસુફ પઠાણનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. ત્રિપુરા સામેની તે સદી કોઈપણ ભારતીય બેટ્સમેનની સૌથી ઝડપી ટી20 સદી બની હતી. ઉર્વીલે 32 બોલમાં સદી ફટકારીને રિષભ પંતનો રેકોર્ડ તોડ્યો હતો.

20 વર્ષ બાદ ક્રિકેટમાં ગુજરાતી ખેલાડીની એન્ટ્રી:

લગભગ 20 વર્ષ બાદ ઇન્ડીયન ક્રિકેટ ટીમમાં કચ્છના ક્રિકેટરની પસંદગી થઈ છે. ગાંધીધામના વિકેટકિપર અને ડાબોડી બેટસમેન હરવંશસિંઘ પંગલિયાની ઓસ્ટ્રેલિયા સામેની વનડે અને ચાર દિવસીય મેચોની શ્રેણી માટેની ભારતીય ટીમમાં અંડર 19ની ટીમમાં પસંદગી થઈ છે. જે કચ્છ માટે ખૂબ જ ગૌરવની વાત છે.

હરવંશસિંઘ પંગલિયા (ETV Bharat)

બી.સી.સી.આઈ. દ્વારા ટીમ ઈન્ડિયાના સ્કોવડમાં ઓસ્ટ્રેલિયા સામેની અંડર 19 વન-ડે અને ચાર દિવસની શ્રેણી માટેની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખેલાડી અને કચ્છના ગાંધીધામની દિલ્હી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી હરવંશસિંઘની પસંદગી કરવામાં આવી છે. જેમાં 26 સપ્ટેમ્બરે પોંડીચેરી ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલ વનડે મેચમાં હરવંશસિંઘે 46 રન બનાવ્યા હતા.

યુવા ક્રિકેટર દ્રોણ દેસાઇ (ETV Bharat)

ગુજરાત ક્રિકેટમાં દ્રોણ દેસાઇની અનોખી સિદ્ધિ:

સેન્ટ્રલ બોર્ડ ઑફ ક્રિકેટ (CBCA) દ્વારા રમાઈ રહેલી દીવાન બલ્લુભાઈ અંડર 19 મલ્ટી ડે કપ ટુર્નામેન્ટમાં દ્રોણ દેસાઇએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. દ્રોણ દેસાઇ એક ઇન્ટર સ્કૂલ ક્રિકેટ મેચમાં 498 રનનો અદ્ભુત સ્કોર કર્યો છે. આ ટુર્નામેન્ટના 30 વર્ષના ઈતિહાસમાં કોઈએ આવો રેકોર્ડ નોંધાવ્યો નથી. મંગળવારે ગાંધીનગરના શિવાય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જેએલ ઇંગ્લિશ સ્કૂલ અને ઝેવિયર્સ સ્કૂલ વચ્ચે આ મેચ રમાઈ હતી. જેમાં સેન્ટ ઝેવિયર્સની ટીમે JL ઇંગ્લિશ સ્કૂલને એક ઇનિંગ અને 712 રનના જંગી માર્જિનથી પરાજય આપ્યો હતો.

2. પેરિસ ઓલમ્પિક અને પેરાઓલિમ્પિક 2024

આ વર્ષે પેરીસમાં યોજાયેલ ઓલિમ્પિકમાં ગેમ્સમાં ગુજરાતના હરમીત દેસાઇએ પણ ભાગ લીધો હતો. છેલ્લાં એક દાયકાથી ગુજરાતી ટેબલ ટેનિસ પ્લેયર હરમીત દેસાઈનો વિશ્વ સ્તરે દેખાવ પ્રસંશનીય રહ્યો છે. 2019માં હરમીત દેસાઈએ ઈન્ડોનેશિયા ખાતે રમાયેલ ITTFના વિજેતા બન્હેયા હતા, તેઓ આ ટુર્નામેન્ટ જીતનાર પહેલા ભારતીય પ્લેયર છે. 2018 અને 2022માં હરમીત દેસાઈએ કોમનવેલ્થ ગેમમાં ટેબલ ટેનિસ પ્લેયર તરીકે હિસ્સો લઈને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. 2022માં પણ હરમત દેસાઇએ ટીમમાં રમતા ગોલ્ડ મેડલ વિજેતા થયા હતા. 2021માં દોહા ખાતે રમાયેલ એશિયન ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે.

પેરા એથલીટ (ETV Bharat Gujarat)

પેરા ઓલિમ્પિક:

પેરિસમાં ઓલિમ્પિક 2024નું જોરદાર પ્રદર્શન બાદ અલગ અલગ દેશોના પેરા એથલીટોએ પણ ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ રમતો પૈકી આ પાંચ ખેલાડીઓ ભાગ લીધો હતો. ભાવીનાબેન એચ. પટેલ, સોનલબેન એમ. પટેલ, ભાવનાબેન એ. ચોધરી, નિમિયા સી. એસ., રાકેશકુમાર ડી. ભટ્ટ આ પાંચ પેરા એથલીટે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

  • 3. ફૂટબોલ:

દુનિયામાં સામાન્ય શારીરિક ક્ષમતા ધરાવતા લોકો તેમજ સંપૂર્ણ રીતે દિવ્યાંગતા ધરાવતા લોકો બન્ને માટે વિવિધ પ્રવૃતિઓ અને રમતગમત ક્ષેત્રે પણ વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવતા હોય છે. ત્યારે દેશમાં પ્રથમ વખત અંશતઃ દ્રષ્ટિહીન ખેલાડીઓ માટે નેશનલ લેવલની ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો.

ફૂટબોલ ખેલાડીઓ (ETV Bharat Gujarat)

ઓલ ઈન્ડિયા બ્લાઈન્ડ ફૂટબોલ એસોસિએશન (AIBFA) અને નવચેતન અંધજન મંડળ દ્વારા સંયુક્ત રીતે આંશિક રીતે જોઈ શકતા લોકો માટે રાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 19 ઓક્ટોબરથી 21 ઓકટોબર સુધી સમગ્ર ભારતમાં આંશિક રીતે જોઈ શકતા રમતવીરોની અવિશ્વસનીય પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ગુજરાત, તેલંગણા, મહારાષ્ટ્ર, મેઘાલય, કર્ણાટક, અરુણાચલ પ્રદેશ,આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ રાજ્યના અંશતઃ દ્રષ્ટિહીન ખેલાડીઓએ ભાગ લીધો હતો.

ફૂટબોલ ખેલાડીઓ (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. 20 કલાક 15 મિનિટ… અત્યાર સુધીની સૌથી લાંબી ચેસ રમત, રોમાંચક રીતે આવ્યું પરિણામ
  2. વર્ષ 2024 ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ખાસ… વર્લ્ડ કપ જિતવાથી લઈને હેડ કોચમાં બદલાવ, જાણો આ વર્ષની સંપૂર્ણ જાણકારી
Last Updated : 10 hours ago

ABOUT THE AUTHOR

...view details