ગુજરાત

gujarat

ETV Bharat / sports

રાજેન્દ્રસિંહ જાડેજા તથા વામન જાની ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં રાજકોટની ટીમે ઝંડો લહેરાવ્યો… - RAJENDRA SINGH JADEJA CUP

જામનગરમાં ગતરોજ અજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેરાજેન્દ્રસિંહ જાડેજા કપ તેમજ વામન જાની કપ ટુનર્મિેન્ટની ફાઈનલ મેચ રમાઈ હતી. વાંચો વધુ આગળ

રાજેન્દ્રસિંહ જાડેજા તથા વામનજાની ક્રિકેટ ટુર્નામેન્ટ
રાજેન્દ્રસિંહ જાડેજા તથા વામનજાની ક્રિકેટ ટુર્નામેન્ટ (ETV Bharat Gujarati)

By ETV Bharat Sports Team

Published : Nov 30, 2024, 5:24 PM IST

જામનગર: કહેવાય છે કે, જામનગરની ભૂમિ ક્રિકેટરોની ભૂમિ છે, માટે અહીંથી અનેક મહાન ક્રિકેટરો નેશનલ દેશની ટીમમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. હાલમાં પણ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સર્વ શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યા છે. આ ઉપરાંત જેના નામથી સૌથી મોટી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રણજી ટ્રોફી રમાય છે તે જામ રણજીતસિંહ પણ જામનગરના વતની છે.

રાજેન્દ્રસિંહ જાડેજા તથા વામનજાની ક્રિકેટ ટુર્નામેન્ટ (ETV Bharat Gujarati)

જામનગર ડીસ્ટ્રીક સ્પોટ્ર્સ કોચિંગ સેન્ટર તથા જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએશન દ્વારા આયોજિત રાજેન્દ્રસિંહ જાડેજા કપ તેમજ વામન જાની કપ ટુનર્મિેન્ટની ગઇકાલે ફાઇનલ મેચ યોજાઇ હતી. આ ટુનર્મિેન્ટમાં જામનગરની ક્રિકેટ ટીમ તેમજ રાજકોટની ક્રિકેટ ટીમ વચ્ચેનો ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં રાજકોટની ટીમે ટોસ જીતીને પ્રથમ દાવ લેવાનું પસંદ કર્યું હતું, જ્યારે જામનગરની ટીમ ફિલ્ડીંગ માટે મેદાનમાં ઉતરી હતી.

રાજેન્દ્રસિંહ જાડેજા તથા વામનજાની ક્રિકેટ ટુર્નામેન્ટ (ETV Bharat Gujarati)
પૂર્વ રણજી ખેલાડી સ્વ. રાજેન્દ્રસિંહ જાડેજાના પરિવારના યાસીકુમારીબા જાડેજા ટોસ સમયે મેદાનમાં ઉપસ્થિત રહ્યા હતા, આ ટુનર્મિેન્ટની ફાઇનલ મેચ બાદ જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
રાજેન્દ્રસિંહ જાડેજા તથા વામનજાની ક્રિકેટ ટુર્નામેન્ટ (ETV Bharat Gujarati)

40 ઓવરના મેચમાં ભારે રસાકસી જોવા મળી:

આ ટુર્નામેન્ટમાં 76 ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી જામનગર અને રાજકોટની ટીમ ફાઇનલમાં પહોંચી છે. ફાઇનલ મેચમાં જામનગરનો પરાજય થયો છે અને રાજકોટ ટીમ વિજેતા બની છે. મનપા મેયર હસ્તે વિજેતા રાજકોટ ટીમ ને ટ્રોફી આપવામાં આવી છે. આ ઉપરાંત 'મેન ઓફ ઘ મેચ' અને 'મેન ઓફ ધ સિરીઝ' ને ટ્રોફી અને ઈનામ આપવામાં આવ્યા છે.

રાજેન્દ્રસિંહ જાડેજા તથા વામનજાની ક્રિકેટ ટુર્નામેન્ટ (ETV Bharat Gujarati)

આ પણ વાંચો:

  1. IPL 2025માં સૌથી યુવા 13 વર્ષના ખેલાડી વૈભવ સૂર્યવંશીના પિતા સાથે ETV ભારતની ખાસ વાતચીત
  2. IPL 2025 માં ગુજરાત ટાઈટન્સે જેને ટીમમાંથી કર્યો બહાર તેણે તોડ્યો રિષભ પંતનો રેકોર્ડ, ફટકારી સૌથી ઝડપી સદી

ABOUT THE AUTHOR

...view details