નવી દિલ્હી: ઇટાલી માટે રાષ્ટ્રીય ટીમની જર્સીમાં માત્ર 16 મેચ રમનાર ભૂતપૂર્વ ફૂટબોલર સાલ્વાટોર શિલાસીનું બુધવારે અવસાન થયું. આ સમયગાળા દરમિયાન તેણે વર્લ્ડ કપ આઇકોનનો ખિતાબ મેળવ્યો હતો. 1990ના વર્લ્ડ કપમાં છ ગોલ કરીને ગોલ્ડન બૂટ જીતનાર સાલ્વાટોરને વિશ્વ ફૂટબોલમાં 'ટોટો' તરીકે ઓળખવામાં આવતો હતો. કોલોન કેન્સર નામની બિમારીએ માત્ર 59 વર્ષની ઉંમરે આ પ્રતિષ્ઠિત ફૂટબોલરને છીનવી લીધો.
સાલ્વાટોર 'ટોટો' શિલાસી 2022 થી કોલોન કેન્સર સામે લડી રહ્યા હતા. બગડતી સ્થિતિને કારણે, ભૂતપૂર્વ ફૂટબોલરને થોડા દિવસો પહેલા પાલેર્મોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, તે હોસ્પિટલ દ્વારા આજે સવારે તેના મૃત્યુની પૃષ્ટી કરવામાં આવી હતી. મેસિના, જુવેન્ટસ, ઇન્ટર મિલાન જેવી ક્લબ માટે રમતા અને 1990ના વર્લ્ડ કપ માટે ચાહકો હમેંશા શિલાસીને યાદ કરશે.
શિલાસીનો પહેલો ગોલ 1990ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રિયા સામે અવેજી તરીકે આવ્યો હતો. ટોટોના મૃત્યુ પર તેના ક્લબ જુવેન્ટસે એક નિવેદનમાં લખ્યું, 'અમે ખૂબ જ ઓછા સમયમાં ટોટોને ખોઈ દીધો. તેમની અદમ્ય ઈચ્છાશક્તિ અને ફૂટબોલ પ્રત્યેનો તેમનો જુસ્સો દરેક મેચમાં સ્પષ્ટપણે જોવા મળતો હતો.