હૈદરાબાદ: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઈબ્રિડ મોડલને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) હેડક્વાર્ટર ખાતે આયોજિત એક અનૌપચારિક બેઠકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, એમ સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે.
ભારતને UAE માં તેના હિસ્સાની મેચો રમવાની મંજૂરી આપવામાં આવશે અને ICC એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની 2027 સુધી આ જ રીતે ICC ઇવેન્ટ્સ શેડ્યૂલ કરવાની માંગ સાથે સંમત થયા છે. "તમામ પક્ષો સૈદ્ધાંતિક રીતે સંમત થયા છે કે, 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી UAE અને પાકિસ્તાનમાં યોજાશે અને ભારત તેની મેચો દુબઈમાં રમશે. ICCના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું.
આ મુખ્ય ટુર્નામેન્ટ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાશે. હાઇબ્રિડ મોડલ સાથે દરેક દેશ સંમત થતાં, PCBએ 2031 સુધી ભારત દ્વારા યોજાનારી ICC ઇવેન્ટ્સ માટે સમાન વ્યવસ્થાની માંગ કરી હતી. એટલે કે પાકિસ્તાન પણ ભારતમાં મેચ રમશે નહીં તેઓ પણ હાઇબ્રિડ મોડલ અનનુસરશે. માટે ICC પણ 2027 સુધી તેની તમામ ઇવેન્ટ્સ માટે હાઇબ્રિડ મોડલ માટે સંમત છે.