અમદાવાદ: સૌથી લોકપ્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)નું BCCI દ્વારા શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત ટાઇટન્સ જે ત્રણન સિઝનમાં બે વાર ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે, તેઓ IPL માં પોતાની ચોથી સિઝનમાં પંજાબ કિંગ્સ સામેની ફરી પોતાની સફર શરૂ કરવા માટે તૈયાર છે. યુવા ખેલાડી શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ બીજી ટ્રોફી જીતવા માટે પ્રયત્નશીલ રહેશે.
ગુજરાત ટાઈટન્સે વર્ષ 2022ની તેની પહેલી સિઝનમાં હાર્દિક પંડયાના નેતૃત્વ હેઠળ શાનદાર પ્રદર્શન કરી પ્રથમ સિઝનમાં ટાઇટલ જીત્યું હતું. તે હાર્દિક પંડયાને MI દ્વારા ખરીદવામાં આવ્યો અને શુભમન ગિલને ટાઈટન્સની કમાન સોંપવામાં આવી.
IPL 2025 માં ગુજરાત ટાઇટન્સ:
ટાઇટન્સ 25 માર્ચ, 2025 ના રોજ તેમની પહેલી મેચ રમવા માટે તૈયાર છે અને તેઓ તેમની છેલ્લી ગ્રુપ મેચ CSK સામે રમશે. ટાઈટન્સ બેંગલુરુમાં આરસીબી પહેલી હોમ ગ્રાઉન્ડની બહાર મેચ રમશે.
ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલ, સાઇ સુદર્શન, રાશિદ ખાન, રાહુલ તેવતિયા અને શાહરૂખ ખાનને તેમની ટીમમાં જાળવી રાખ્યા છે. આ સિઝનમાં ગુજરાત તરફથી ન રમનારા નોંધપાત્ર નામોમાં નૂર અહેમદ, મોહિત શર્મા અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. વિકેટકીપર-બેટ્સમેનની ખાલી જગ્યા આખરે ભરાઈ ગઈ છે કારણ કે જોસ બટલર ફ્રેન્ચાઇઝ માટે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.