ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL 2024: IPL 2024 સંપૂર્ણ રીતે ભારતમાં યોજાશે: જય શાહ

બોર્ડ ફોર કંટ્રોલ ઓફ ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના સેક્રેટરી જય શાહે પુષ્ટિ આપી હતી કે, આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માત્ર ભારતમાં જ યોજાશે અને દેશમાં 19 એપ્રિલથી 1 જૂન સુધી સામાન્ય ચૂંટણીઓ થવાની તૈયારી હોવા છતાં IPL ભારતમાં જ યોજાશે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Mar 17, 2024, 2:19 PM IST

નવી દિલ્હી: BCCI સેક્રેટરી જય શાહે શનિવારે એવી અટકળોને ફગાવી દીધી હતી કે, દેશમાં 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે યોજાનારી સામાન્ય ચૂંટણીને કારણે IPL UAEમાં શિફ્ટ કરવામાં આવશે. સાત-તબક્કાની ચૂંટણીઓને કારણે IPLને અમીરાતમાં સ્થાનાંતરિત કરવામાં આવી હોવાની અનંત અફવાઓ હતી, સોશિયલ મીડિયા પર એવા અહેવાલો સાથે કે ખેલાડીઓને તેમના પાસપોર્ટ સંબંધિત ફ્રેન્ચાઇઝીસ પાસે જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું.

સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં જ યોજાશે: શાહે PTIને જણાવ્યું હતું કે, "સમગ્ર આઈપીએલ ભારતમાં યોજાશે. અમે ટૂંક સમયમાં બાકીના કાર્યક્રમની તૈયારી અને જાહેરાત કરીશું. પ્રથમ બે અઠવાડિયા માટેનું શેડ્યૂલ પહેલેથી જ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ 22 માર્ચે ઘરઆંગણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. PTI સાથેની અગાઉની વાતચીતમાં, BCCI સચિવ શાહે સ્પષ્ટપણે કહ્યું હતું કે, સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં જ યોજાશે, જેમ કે ગત લોકસભા ચૂંટણી વર્ષ 2019માં થયું હતું. તેઓ માત્ર ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોઈ રહ્યા હતા.

તમામ અહેવાલો પાયાવિહોણા:સવારે, આઈપીએલના અધ્યક્ષ અરુણ ધૂમલે પણ કહ્યું હતું કે, આઈપીએલને દેશની બહાર ખસેડવાની કોઈ શક્યતા નથી અને યુએઈમાં ટૂર્નામેન્ટ યોજાવાના તમામ અહેવાલો પાયાવિહોણા છે. જો કે, 2014માં યુપીએ સરકાર સત્તામાં હતી ત્યારે સામાન્ય ચૂંટણી દરમિયાન લીગને દેશની બહાર લઈ જવામાં આવી હતી. ત્યાર બાદ પ્રથમ ચરણ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાયો હતો અને બીજા ચરણ માટે ભારત પરત ફર્યા હતા.

  1. WPL Final 2024: આજે દિલ્હી અને બેંગ્લોર વચ્ચે ફાઈનલ, મેચ સાંજે 7.30 કલાકેથી શરુ થશે

ABOUT THE AUTHOR

...view details