અમદાવાદ: હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે રમાયેલી મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને ગુજરાતને પ્રથમ બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. હૈદરાબાદની ટીમ આ મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી. આ મેચમાં ગુજરાતની ટીમે પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા હતા. ગુજરાતના પ્લેઈંગ 11માં સ્પેન્સર જોન્સન અને સાઈ કિશોરની જગ્યાએ દર્શન નલકાંડે અને નૂર અહેમદને સ્થાન મળ્યું હતુ. જ્યારે હૈદરાબાદની ટીમ ગત મેચની વિજેતા ટીમ સાથે મેદાનમાં ઉતરી હતી.
ગુજરાત તરફથી સૌથી વધુ વિકેટ: પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. હૈદરાબાદ મોટો સ્કોર કરી શક્યું ન હતું. ટીમ તરફથી અભિષેક શર્મા (29), હેનરિક ક્લાસેન (24), અબ્દુલ સમદ (22) એ સૌથી વધુ રન બનાવ્યા હતા. તો ગુજરાત તરફથી રાશિદ ખાન, ઉમેશ યાદવ, નૂર અહેમદે 1-1 વિકેટ લીધી હતી. મોહિતે આ મેચમાં ગુજરાત તરફથી સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ સાથે મેચ જીતવા માટે ગુજરાતને 163 રન બનાવવાના હતા.
5 બોલ બાકી રહેતા ગુજરાત જીત્યું: હૈદરાબાદની ટીમે આપેલો 163 રનનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે 20મી ઓવરના 5 બોલ બાકી રહેતા 168 રન બનાવ્યા હતા અને હૈદરાબાદ પર 7 વિકેટે જીત મેળવી હતી. સુદર્શને 36 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 45 રનની ઇનિંગ રમી હતી. ડેવિડ મિલરે 27 બોલમાં 44 રનની અણનમ ઇનિંગ રમી હતી. 3 મેચમાં ગુજરાતની આ બીજી જીત છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની 3 મેચમાં આ બીજી હાર હતી.
મેચ બાદ મુરલીધરનની પ્રતિક્રિયાઃ ગુજરાત ટાઈટન્સે સન રાઈઝ હૈદરાબાદને હરાવી દીધું છે. મેચ બાદ યોજાયેલ પ્રેસકોન્ફરન્સમાં હૈદરાબાદના બોલિંગ કોચ મુરલીધરને પ્રતિક્રિયા આપી છે. મુરલીધરને જણાવ્યું કે, આજે અમારા 20 રન ઓછા રહ્યા હતા. જો વધુ રન બનત તો મેચ રોમાંચક સાબિત થાત. ટોસ જીતીને બેટિંગ લીધી હતી. 15મી ઓવર સુધી અમે રમ્યા. 16મી ઓવર પછી રન ઓછા થઈ ગયા. ગુજરાત ટાઈટન્સનું બોલિંગ પર્ફોર્મન્સ સારુ હતું. અમારા બેટ્સમેન વધુ રન ન કરી શક્યા. આજે અમારો દિવસ ન હતો. ગરમીને કારણે પીચમાં ભેજ ન હતો. તેના કારણે બેટ્સમેનને તકલીફ પડી.
- આજે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે, આ મહત્વના ખેલાડીઓ પર રહેશે નજર - DC vs CSK