નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાશે. આ શ્રેણી માટે 16 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં આપવામાં આવી છે. આમાં ખાસ વાત એ છે કે વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષને 12માની બોર્ડની પરીક્ષાના કારણે ટીમમાં સામેલ કરવામાં આવી નથી.
રિચા ઘોષ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપશે:
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વિકેટકીપર રિચા ઘોષ તેની 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં હાજર રહેવા માટે ન્યૂઝીલેન્ડ સામેની આગામી ભારતમાં યોજાનાર ODI શ્રેણીમાં રમી શકશે નહીં. 21 વર્ષની રિચા 2020 થી ભારતીય ટીમનો મહત્વપૂર્ણ ભાગ છે, આ માટે BCCIએ ઘોષની રજા પણ મંજૂર કરી દીધી છે.
હરમનપ્રીતે ટીમની કમાન સંભાળી:
UAE માં T20 વર્લ્ડ કપમાંથી ભારત નિરાશાજનક બહાર થયા પછી 24 થી 29 ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં યોજાનારી શ્રેણીથી એક નવી શરૂઆત કરશે. ભારતીય ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરશે, UAEમાં ચાલી રહેલા મહિલા T20 વર્લ્ડ કપમાંથી ભારતની ગ્રુપ-સ્ટેજની બહાર થયા બાદ તેની કેપ્ટન્સી ઉપર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે.