રાજકોટ: ભારતીય મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ અને આયર્લેન્ડ મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીનો પહેલી મેચ 10 જાન્યુઆરી એટલે કે આજે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. રસપ્રદ વાત એ છે કે ચાહકો સ્ટેડિયમમાં આ મેચ ફ્રીમાં નિહાળી શકો છો.
ભારતીય ટીમની કમાન નવા કેપ્ટનના હાથમાં રહેશે:
આ શ્રેણી માટે 15 સભ્યોની ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણી માટે કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઝડપી બોલર રેણુકા સિંહ ઠાકુરને આરામ આપવામાં આવ્યો છે. હરમનપ્રીતની ગેરહાજરીમાં, ઓપનર સ્મૃતિ મંધાના કેપ્ટનશીપ સંભાળશે, જ્યારે ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા ટીમની ઉપ-કેપ્ટન હશે.
આઇરિશ ટીમમાં અનુભવી ખેલાડીઓ:
આયર્લેન્ડ તરફથી ગેબી લુઇસ આ શ્રેણીમાં આયર્લેન્ડનું નેતૃત્વ કરશે. આ ઉપરાંત, ઓર્લા પ્રેન્ડરગાસ્ટ, અવા કેનિંગ, ક્રિસ્ટીના કુલ્ટર-રેલી, અલાના ડાલઝેલ સહિત ઘણા અનુભવી ખેલાડીઓને તક આપવામાં આવી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ODI અને T20I શ્રેણીમાં પ્રભાવશાળી જીત બાદ ભારતીય મહિલા ટીમ આ શ્રેણીમાં પ્રવેશ કરશે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી 2-1થી અને ODI શ્રેણી 3-0થી જીતી હતી.
ICC રેન્કિંગ:
ભારત અને આયર્લેન્ડ વચ્ચેની મેચ ICC ચેમ્પિયનશિપ હેઠળ રમાશે. આયર્લેન્ડ મહિલા ટીમ ICC ODI રેન્કિંગમાં 11મા ક્રમે છે. ભારતીય મહિલા ટીમ ત્રીજા સ્થાને છે. બંને ટીમો વચ્ચે રોમાંચક મેચની અપેક્ષા છે.
બંને ટીમો વચ્ચેનો હેડ-ટુ-હેડ રેકોર્ડ:
ભારત મહિલા અને આયર્લેન્ડ મહિલા ટીમો વનડેમાં 12 વખત એકબીજા સામે આવી છે. જેમાં ભારતીય મહિલા ટીમનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. ભારતીય મહિલા ટીમે ૧૨ માંથી ૧૨ વનડે જીતી છે. આયર્લેન્ડ એક પણ મેચ જીતી શક્યું નથી. આ દર્શાવે છે કે ભારતીય મહિલા ટીમ વધુ મજબૂત છે. આ તે જગ્યા છે જ્યાં ભારતીય ટીમને ઘરની ધરતી પર રમવાનો ફાયદો મળી શકે છે.
પીચ રિપોર્ટ:
પહેલા બેટિંગ કરનારી ટીમે નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાયેલી બંને ODI મેચ જીતી છે. આ વિકેટ પહેલા બેટિંગ માટે સારી લાગે છે, તે પછીથી બોલરોને થોડી મદદ કરશે. અત્યાર સુધી આ મેદાનની પિચ બેટિંગ માટે સારી રહી છે. જોકે, નવો બોલ ઝડપી બોલરોને મદદ કરી શકે છે. પરંતુ છતાં આ વિકેટ બેટિંગ માટે સારી રહેશે.
- ભારત મહિલા અને આયર્લેન્ડ મહિલા ટીમ વચ્ચે પહેલી વનડે મેચ શુક્રવાર, 10 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, રાજકોટ ખાતે રમાશે.
- ભારત મહિલા અને આયર્લેન્ડ મહિલા ODI શ્રેણીનું સ્પોર્ટ્સ 18 ચેનલો પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
મેચ માટે બંને ટીમો:
ભારત: સ્મૃતિ મંધાના (કેપ્ટન), દીપ્તિ શર્મા (ઉપ-કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગ્સ, ઉમા છેત્રી (વિકેટકીપર), રિચા ઘોષ (વિકેટકીપર), તેજલ હસબનીસ, રાઘવી બિષ્ટ, મિન્નુ મણિ, પ્રિયા મિશ્રા, તનુજા કંવર, ટાઇટસ સાધુ, સાયમા ઠાકોર, સયાલી સતઘરે
આયર્લેન્ડ: ગેબી લુઇસ (કેપ્ટન), અવા કેનિંગ, ક્રિસ્ટીના કુલ્ટર-રેલી, અલાના ડાલઝેલ, લૌરા ડેલેની, જ્યોર્જીના ડેમ્પ્સી, સારાહ ફોર્બ્સ, આર્લીન કેલી, જોઆના લોઘરન, એમી મેગુઇર, લીહ પોલ, ઓર્લા પ્રેન્ડરગાસ્ટ, ઉના રેમન્ડ-હોએ, ફ્રેયા સાર્જન્ટ, રેબેકા સ્ટોકેલ
આ પણ વાંચો: