ગુજરાત

gujarat

ETV Bharat / sports

ટેબલ ટેનિસમાં ભારતને બીજો મોટો ઝટકો, હરમીત દેસાઈનું ઓલિમ્પિક અભિયાન સમાપ્ત... - PARIS OLYMPIC 2024 - PARIS OLYMPIC 2024

ભારતીય પેડલર હરમીત દેસાઈને યજમાન ફ્રાન્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે તેનું પેરિસ ઓલિમ્પિક અભિયાન સમાપ્ત થઈ ગયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર... Harmeet Desai Campaign End

હરમીત દેસાઈનું ઓલિમ્પિક અભિયાન સમાપ્ત
હરમીત દેસાઈનું ઓલિમ્પિક અભિયાન સમાપ્ત (Etv Bharat)

By ETV Bharat Sports Team

Published : Jul 29, 2024, 9:58 AM IST

Updated : Jul 29, 2024, 3:23 PM IST

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે ટેબલ ટેનિસમાં ભારતને વધુ એક ઝટકો લાગ્યો છે. પ્રથમ વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતીય પેડલર્સ રવિવારે મેન્સ સિંગલ્સમાં યજમાન ફ્રાન્સ સામે હારી ગયા હતા. તેને વિશ્વમાં નંબર-5 ક્રમાંકિત ફેલિક્સ લેબ્રુન સામે 0-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે તેનું પેરિસ ઓલિમ્પિક અભિયાન સમાપ્ત થઈ ગયું છે.

હરમીત દેસાઈ શરૂઆતથી જ લેબ્રોન સામે લય મેળવી શક્યો ન હતો. તે એક પણ સેટ જીતી શક્યો નહોતો. તેને પહેલા સેટમાં 11-8થી હારનો સામનો કરવો પડ્યો હતો. તે પછી બીજા સેટમાં તેણે શરૂઆતમાં જોર પકડ્યું પરંતુ ત્યાં પણ તે 11-8થી હારી ગયો. ત્રીજા સેટમાં પોતાની લય પાછી મેળવશે તેવી સૌને અપેક્ષા હતી. પરંતુ આ વખતે તે પાછળના સમય કરતા વધુ પોઈન્ટથી હારી ગયો હતો. આ સેટમાં તેને 11-7થી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ તેને ચોથા સેટમાં ફરીથી 11-8થી હારનો સામનો કરવો પડ્યો હતો.

લેબ્રોને ચારેય સેટ જીતવા માટે માત્ર 28 મિનિટ લીધી હતી. ટેબલ ટેનિસમાં બીજા દિવસે ભારતનો આ સતત બીજો પરાજય હતો. તે પહેલા શરથ કમલને ટેબલ ટેનિસ મેન્સ સિંગલ્સમાં 4-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હરમીત દેસાઈની હાર બાદ ટેબલ ટેનિસ મેન્સ સિંગલ્સમાં ભારતનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે.

આ પહેલા હરમીતે શનિવારે પ્રથમ રાઉન્ડમાં જોર્ડનના અબુ ઝૈદ અબો યમનને 4-0થી હરાવ્યો હતો. તે પછી તે ફ્રાન્સ સામે તે પ્રકારની લયમાં જોવા મળ્યો ન હતો. હરમીત, ગુજરાતનો હરમીટ દેસાઇ 2018 અને 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમનો ભાગ હતો. જર્મનીમાં તૈયારી અને વ્યક્તિગત તાલીમ લઈને ત્રણ ટુર્નામેન્ટ રમીને હરમીત ઓલિમ્પિકમાં આવ્યો હતો.

  1. "ગુજરાતનો હરમીત દેસાઈ ટેબલ ટેનિસમાં આજે ઇતિહાસ સર્જી શકે છે", હરમીતના માતા સાથે ETV Bharat નું સ્પેશિયલ ઇન્ટરવ્યૂ - Table tennis Harmeet Desai
  2. પીવી સિંધુએ શાનદાર જીત સાથે શરૂઆત કરી, માલદીવની ખેલાડીને હરાવી - Paris Olympics 2024
Last Updated : Jul 29, 2024, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details