નર્મદા:નલિયા ગામના મુસ્લિમ પરિવારની દીકરી સાઈમા ઠાકોર કે જેણે વર્ષ 2024 માં ભારતીય વુમેન્સ ક્રિકેટ ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નર્મદા જિલ્લાના નાનકડા ગામ અને સામાન્ય પરિવારમાંથી આવતી સાઈમા એ જાણે બાળપણ માં જ ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચવાનું સ્વપ્ન જોઈ લીધું હતું. સાઈમા વેકેશનમાં નલિયા તેના ગમે આવતી ત્યારે તેના પરિવારના બીજા બાળકો કેરી તોડવા જતા,સંતા કુકડી જેવી રમતો રમતા જ્યારે સાઈમા તો છોકરાઓ સાથે ક્રિકેટ રમવા નીકળી પડતી હતી.
નલિયા ગામના મુસ્લિમ પરિવારની દીકરી સાઈમા ઠાકોર (Etv Bharat Gujarat) ક્રિકેટ માટે ગામ છોડ્યું:
મુસ્લિમ પરિવારમાં અનેક પ્રકારની પાબંદીઓ હોઈ છે પણ સાઈમાના પરિવારે ક્યારેય તેના માટે એવી કોઈ પાબંદીઓ રાખી નહતી. તેને પરિવાર હમેંશા ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કરતો હતો. સાઈમા સારી રીતે ક્રિકેટ રમી શકે તે માટે પરિવાર નલિયા થી મુંબઈ રહેવા ગયેલ. સાઈમા મુંબઈ ક્રિકેટમાં જોડાઈ કોચિંગ લઈને તેને ક્રિકેટને પોતાનું પ્રોફેશન બનાવી લીધું હતું. તેના પિતા નોકરી કરતા અને તેને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કરતા.
સાઈમા ઠાકોર (BCCI X Handle) આ બંને ક્રિકેટર બન્યા સાઈમાના પ્રેરણાસ્ત્રોત્ર:
સાઈમાને ક્રિકેટ રમવાની પ્રેરણા ભારતીય વુમેન્સ ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર જુલન ગોસ્વામી અને મેન્સ ટિમના ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જિમી એન્ડરસન માંથી મળી હતી. આ બંને ક્રિકેટરો સાઈમાના પસંદીદા ખેલાડીઓ છે. સાઈમાએ તેની પહેલી મેચ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમી હતી. જેમાં તેને 2 વિકેટ પણ ઝડપી હતી અને તેને એવોર્ડ પણ મળ્યો હતો. આ દિવસને તે હંમેશા યાદગાર દિવસ ગણાવી રહી છે.
WPL માં 10 લાખમાં ખરીધી:
જોકે વુમેન્સ ક્રિકેટમાં દેશ માટે સાઈમા હજી વધુ સારું પ્રદર્શન કરવા માંગે છે. સાઈમા ભારતીય વુમેન્સ ટીમમાં એક બોલર ઓલરાઉન્ડર તરીકે રમી રહી છે. હાલ તેને 'વુમેન્સ પ્રીમિયર લીગમાં' યુપી વોરિયર્સ તરફ થી 10 લાખમાં ખરીદવામાં આવી છે. જે ની પહેલી મેચ વડોદરાના કોટમ્બી સ્ટેડિયમ ખાતે રમાશે. તેના પરિવાર નું કહેવું છે કે, 'અમે તેને ભારત તરફ થી રમતા જોઈ ખૂબ ગર્વ અનુભવીએ છીએ.
નલિયા ગામના સરપંચે સાઈમા વિષે કયું કે, સાઈમા જ્યારે ગામમાં આવતી તો બધા કરતા અલગ જ રમતો રમતી તે બળદ ગાળામાં બેસી જતી અને ગામના ભાગોળે થી દોડીને ગામમાં આવતી. ગામમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમતી તો ગ્રામજનોને આશ્ચર્ય થતું હતું. પણ આજે ઇન્ટરનેશનલ લેવલે ક્રિકેટ રમે છે તો અમને ખૂબ ગર્વ થાય છે કે sસાઈમાના કારણે અમારા ગામ અને જિલ્લાનું નામ ચારેકોર મોખર્યું છે.
આ પણ વાંચો:
- સૌરાષ્ટ્રએ દિલ્હીને 10 વિકેટે પછાડ્યું, આ સ્ટાર ઓલરાઉન્ડર બન્યો 'મેન ઓફ ધ મેચ'
- શું તમે IND vs ENG બીજી T20I મેચ ફ્રી માં જોવા માંગો છો? તો આટલું કરો