કટક (ઓડિશા): ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી વનડે મેચ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. 3 મેચની સિરીઝની આ મહત્વપૂર્ણ મેચમાં, ભારતે ઈંગ્લેન્ડને 49.5 ઓવરમાં 304 રનમાં ઓઇંગ્લેન્ડે 305 રનનો લક્ષ્ય આપ્યો. આ દરમિયાન મેચ અચાનક બંધ કરી દેવામાં આવી હતી.
આ સિરીઝમાં બીજી વખત ઇંગ્લેન્અડે ટોસ જીત્યા બાદ તેમના કેપ્ટન જોસ બટલરે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ઓપનર બેન ડકેટ (65) અને અનુભવી બેટ્સમેન જો રૂટ (69) ની અડધી સદીની મદદથી ઇંગ્લેન્ડે 49.5 ઓવરમાં 304 રન બનાવ્યા. ભારત તરફથી સર રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 3 વિકેટ લીધી.
અચાનક મેચ રોકાઈ ગઈ:
ભારત - ઇન્ડલેન્ડ વચ્ચે બારાબતી સ્ટેડિયમમાં હાલ અચાનક મેચ રોકાઈ ગઈ છે. ભારતીય ઓપનિગ જોડી રોહિત શર્મા(29) અને શુભમન ગિલ (17) ક્રિઝ પર રમી રહ્યા છે. હિટ મેન આજે તેના જૂના અવતારમાં દેખાઈ રહ્યો છે. તેને 3 સિક્સ અને 1 ચોગ્ગાની મદદથી 29 રન બનાવી લીધા છે. 6.1 ઓવર દરમિયાન મેચ અચાનક બંધ કરવામાં આવી હતી.
ફ્લડ લાઇટ બંધ:
સાંજનો સમય થતાં જ સ્ટેડિયમની ચારેય બાજુની લાઇટ ચાલુ કરી દેવામાં આવે છે. જેનાથી ખેલાડીઓને બોલ દેખાવામાં કોઈ મુશ્કેલી થાય નહીં. બારાબતી સ્ટેડિયમમાં મેદાનની બધી જ લાઇટ્સ ચાલુ કરી દેવામાં આવી હતી, પરંતુ ટેકનિકલ ખામીના કારણે મેદાનની એક ફ્લડ લાઇટ ચાલુ થઈ રહી ન હતી. લગભગ 15 મિનિટ મેદાન પર ખેલાડીઓએ રાહ જોઈ છતાં કોઈક ખામીના કારણે તે લાઇટ ચાલુ થઈ નહીં, અને આ કારણે મેચ રોકી દેવામાં આવી હતી. 23 મિનિટથી વધુ સમય થઈ ગયો હતો ત્યારબાદ લાઇટ ચાલુ થતાં મેચને ફરી શરૂ કરી દેવામાં આવી છે.
લિવિંગસ્ટોન-રાશિદે સ્કોર 300 ને પાર પહોંચાડ્યો:
ઇંગ્લેન્ડના જમણા હાથના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોને છેલ્લી ઓવરોમાં કેટલાક શાનદાર શોટ્સ રમ્યા. તેણે 32 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 41 રનની અણનમ ઇનિંગ રમી. લિવિંગસ્ટોનને આદિલ રશીદનો પણ ઘણો ટેકો મળ્યો. રાશિદે 5 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 14 રન બનાવ્યા. આ બે ઇનિંગ્સના કારણે ઇંગ્લેન્ડનો સ્કોર 300 થી સુધી પહોંચ્યો.
જાડેજાએ સૌથી વધુ વિકેટ લીધી:
ભારત તરફથી સ્ટાર ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજા સૌથી સફળ બોલર રહ્યો. જાડેજાએ 10 ઓવરમાં માત્ર 35 રન આપીને 3 વિકેટ લીધી. તેણે બેન ડકેટ, જો રૂટ અને જેમી ઓવરટનને પોતાના શિકાર બનાવ્યા. મોહમ્મદ શમી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાને 1-1 સફળતા મળી. મેચમાં ઇંગ્લેન્ડના ત્રણ બેટ્સમેન રન આઉટ થયા હતા.
આ પણ વાંચો:
- IND VS ENG બીજી વનડે: ઈંગ્લેન્ડ 305 રનમાં ઓલઆઉટ, બાપુએ સૌથી વધુ વિકેટ લીધી, જાણો સંપૂર્ણ વિગતો
- 'ડાયમંડ્સને ડાયમંડની ગિફ્ટ'... BCCI એ T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને આપી આ ખાસ ભેટ