આવતીકાલે સ્ટેડિયમનું નવું નામકરણ રાજકોટ : 15 ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ ક્રિકેટ મેચ રમાવાની છે. રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં આ ટેસ્ટ રમનાર છે. જેને લઇને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ લઈને રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરના ક્રિકેટ પ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે ETV BHARAT સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ગ્રાઉન્ડની તૈયારી તેમજ પીચ અંગેની વિશેષ માહિતી આપી હતી.
ભારતીય ટીમ જીતશે તેવી આશા : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે તમામ પ્રકારની તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દીધી છે. જે પ્રમાણે બીસીસીઆઈની ગાઇડલાઇન્સ હોય છે કે પ્રેક્ષકો અને પ્લેયર્સની સુવિધા તેમની બેઠક વ્યવસ્થા આ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
બંને ટીમને જોતા એવું લાગી રહ્યું છે કે રાજકોટમાં યોજાનાર ટેસ્ટ મેચ ખૂબ જ રસપ્રદ રહેશે અને અમને આશા છે કે ઇન્ડિયન ટીમની જીત થશે. જ્યારે રાજકોટની પીચની વાત કરવામાં આવે તો જો કોઈ બેટ્સમેન સારી રીતના રમશે તો તેને આ પીચનો સપોર્ટ મળશે અને સ્પીનરને પણ ટેસ્ટ મેચના બીજા ત્રીજા દિવસે સારા એવા ટર્ન આ પીચ ઉપર મળશે. જ્યારે અમારા માટે સૌથી મહત્વનું એ છે કે બંને ઇનિંગ અમે જોઈએ અને ખૂબ સારી હરીફાઈ અહીં થાય...જયદેવ શાહ (પ્રમુખ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન )
ઇંગ્લેન્ડના પ્લેયર IPL દરમિયાન અહી રમ્યાં હતાં : જ્યારે ઇંગ્લેન્ડની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડની ટીમ રાજકોટમાં બીજી વખત ટેસ્ટ મેચ રમવા માટે આવી છે. એવામાં આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડન્ટ જયદેવ શાહે જણાવ્યું હતું કે બ્રેન્ડમ મેકેલમ જે આવ્યો છે તે IPLની ટીમ સાથે પણ અહીંયા રમી ચૂક્યો છે. તે ગુજરાત લાયન્સ માટે રાજકોટમાં મેચ રમ્યો હતો. જેના કારણે તે રાજકોટના ગ્રાઉન્ડથી વાકેફછે. એ વખતે T 20 મેચ હતો પરંતુ આ વખતે ટેસ્ટ મેચ છે. જ્યારે ટેસ્ટ મેચો દરમિયાન ખેલાડીઓની તમામ બાબતોનું નોંધ થતી હોય છે. જેને લઈને મને લાગે છે કે આ સૌથી સારો મેચ રાજકોટમાં રમાશે.
આવતીકાલે સ્ટેડિયમનું નવું નામકરણ થશે : આવતીકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંડેરી સ્ટેડીયમનું નામકરણ કરવામાં આવશે અને નિરંજન શાહ નામ આપવામાં આવશે. એવામાં આવતીકાલે ભવ્ય સેરેમની પણ યોજાશે. જેના મુખ્ય મહેમાન બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ ઉપસ્થિત રહેશે અને તેમના હસ્તે જ આ સ્ટેડિયમનું નામકરણ થવાનું છે. એવામાં નિરંજન શાહની વાત કરવામાં આવે તો રાજકોટને આંતરરાષ્ટ્રીય મેચ મળે તેમજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ મળે તે માટે નિરંજન શાહે ખૂબ જ મહેનત કરી છે. જ્યારે તેઓ બીસીસીઆઈના અને આઇપીએલના અલગ અલગ હોદાઓ પર પણ રહી ચૂક્યા છે. એવામાં સૌરાષ્ટ્રને વિશ્વ ફલક આપવા માટે તેમને જે મહેનત કરી છે તેના માટે સ્ટેડીયમને નિરંજન શાહ નામ આપવામાં આવશે.
- Ind Vs Eng Test: ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ, રાજકોટમાં બંને ટીમોએ કરી નેટ પ્રેકટિસ
- Rajkot: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી, રાજકોટ એરપોર્ટ પર પ્રથમ વખત ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેન્ડ થઈ