વડોદરા: ભારતીય મહિલા ટીમ અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ વચ્ચે પ્રથમ વનડે મેચ વડોદરાના કોટમ્બી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન હેલી મેથ્યુઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે. અગાઉની ટી20 શ્રેણીમાં ભારતીય મહિલા ટીમે 2-1થી જીત મેળવી હતી. હવે ટીમની નજર વનડે શ્રેણીની પ્રથમ મેચ જીતીને લીડ લેવા પર રહેશે.
ભારતે ઊભો કર્યો પહાડ જેવો સ્કોર:
ટોસ જીતીને વેસ્ટ ઇંડીઝે ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું, સ્મૃતિ મંધાના અને પોતાની ડેબ્યૂ વનડે મેચ રમી રહેલ પ્રતીકા રાવલે ભારતને સારી શરૂઆત આપી અને બંને વચ્ચે 140 બોલમાં 110 રનની પાર્ટનરશીપ થઈ. પ્રતિકાએ 69 રનમાં 41 રન અને મંધાનાએ ફરીથી શાનદાર પ્રદર્શન કરતાં102 બોલમાં 91 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન સ્મૃતિ મંધાનાએ ભારત માટે સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેડા જેમ્સે 5 વિકેટ ઝડપી હતી.
કેપ્ટન આજે ફોર્મમાં દેખાઈ:
તમને જાણવી દઈએ કે, વડોદરા કોટમ્બી સ્ટેડિયમના નવીનીકરણ બાદ આ મેદાન પર પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. આ સાથે ટીમ ઈન્ડિયામાં પ્રતીકા રાવલે આજે વનડે આંતરાષ્ટ્રીયમાં ડેબ્યૂ કર્યું છે. આ ઉપરાંત ઘણા સમયથી કેપ્ટન હરમનપ્રિત ખરાબ ફોર્મમાં ચાલી રહી હતી તેણે આજે હરલીન દેઓલ સાથે 52 બોલમાં 66 રનની ભાગીદારી કરી 23 બોલમાં 34 રનની ઈનિંગ્સ રમી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 314 રન બનાવ્યા છે.
22,25 અને 27મી ડિસેમ્બર 2024ના રોજ ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 મેચની વનડે શ્રેણી યોજાશે. કોટંબી સ્ટેડિયમ, તેની અદ્યતન સુવિધાઓ અને આધુનિક આર્કિટેક્ચર માટે જાણીતું છે. આ નવ નિર્માણ સ્ટેડિયમની આધુનિક રચના દર્શકોને મેચ જોવાના અનુભવને યાદગાર બને તે રીતે કરવામાં આવી છે, જેમાં પૂરતી બેઠક, અદ્યતન ટેકનોલોજી અને ખેલાડીઓ અને ચાહકો માટે ઉત્તમ સુવિધાઓથી સજ્જ કરાયું છે.
આ પણ વાંચો:
- જે પુરુષો ન કરી શક્યા તે મહિલાઓએ કરી બતાવ્યું, ભારત બન્યું પ્રથમ અંડર-19 એશિયા કપનું ચેમ્પિયન
- વડોદરાના કોટંબી ગ્રાઉન્ડ ખાતે પ્રથમ વનડે ઇન્ટરનેશનલ મેચ, ચાહકો ભારે ઉત્સાહ સાથે પહોંચ્યા સ્ટેડિયમમાં