નવી દિલ્હીઃICC મહિલા T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ મેચમાં હરમનપ્રીત કૌર એન્ડ કંપનીને હારનો સામનો કરવો પડ્યો છે. શુક્રવારે ટીમ ઈન્ડિયા દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડના હાથે 58 રનથી હાર્યું હતું. આ સાથે ભારતીય મહિલા ટીમે T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત હાર સાથે કરી છે. હવે ટીમ 6 ઓક્ટોબરે પાકિસ્તાન સાથે રમતા જોવા મળશે.
કેપ્ટન સોવી ડિવાઈને અડધી સદી ફટકારી:
આ મેચમાં કિવી ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, બંને ઓપનર સુઝી બેટ્સ અને જ્યોર્જિયા પ્લિમરે શાનદાર શરૂઆત કરી હતી. બેટ્સે 27 રન અને પ્લિમરે 34 રન બનાવ્યા હતા પરંતુ ન્યુઝીલેન્ડ માટે સૌથી સફળ સુકાની સોવી ડિવાઈન રહ્યા હતા, તેના 36 બોલમાં 57 રનની અણનમ ઇનિંગથી કિવી ટીમ ચાર વિકેટે 160 રન બનાવવામાં સફળ રહી હતી. આ ઈનિંગ દરમિયાન ડિવાઈને 7 ફોર ફટકારી હતી.