બેંગલુરુઃ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના નામે ઘણી ઉપલબ્ધિઓ અને રેકોર્ડ નોંઘાયા છે, આ સાથે તેણે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 9,000 રન પૂરા કર્યા હતા. કોહલી આ સિદ્ધિ મેળવનાર ચોથો ભારતીય બન્યો છે.
કોહલીએ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન શુક્રવારે આ અવિશ્વસનીય સિદ્ધિ મેળવી હતી. કોહલી હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીયોની યાદીમાં માત્ર ક્રિકેટ આઈકન સચિન તેંડુલકર, ભૂતપૂર્વ બેટ્સમેન અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરથી પાછળ છે.
તેંડુલકર આંતરરાષ્ટ્રીય સ્તરે 15,921 રન સાથે ટેસ્ટ રનની યાદીમાં સૌથી આગળ છે, ત્યારબાદ દ્રવિડ 13,265 રન સાથે અને ગાવસ્કર 10,122 રન સાથે બીજા ક્રમે છે. એકંદરે, તે ટેસ્ટ ક્રિકેટમાં 9,000 રનની સિદ્ધિ હાંસલ કરનાર 18મો ક્રિકેટર બન્યો, જે રમતના સૌથી લાંબા ફોર્મેટ છે.
કોહલીએ પણ ટેસ્ટમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે, જે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીને પાછળ છોડીને ભારતનો બીજો સૌથી વધુ કેપ્ડ ખેલાડી બન્યો છે. કોહલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધીમાં તમામ ફોર્મેટમાં 536 મેચ રમી છે અને તે માત્ર સચિન તેંડુલકરથી પાછળ છે, સચિન તેંડુલકરસૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ ધરાવે છે. તેમણે 664 મેચ રમી છે. એમએસ ધોની હવે આ યાદીમાં 535 મેચ સાથે ત્રીજા સ્થાને છે.